IndiaMoneyNews

Vi લાવ્યું 45 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન, મળશે 180 દિવસની વેલિડિટી, Jio-Airtelની વધી મુશ્કેલી

Vi recharge plan : દેશમાં Jio અને Airtel એ દેશના ઘણા શહેરો અને ગામડાઓમાં 5G સેવા શરૂ કરી છે. 5G રેસમાં Vi એટલે કે Vodafone Idea Jio અને Airtel કરતાં ઘણી પાછળ રહી ગઈ છે. આવી સ્થિતિમાં પોતાના યુઝર્સને જાળવી રાખવા માટે કંપની નવા રિચાર્જ પ્લાન લઈને આવી રહી છે. Vi દ્વારા એક નવો રિચાર્જ પ્લાન બહાર પાડવામાં આવ્યો છે જે એક મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. Viનો આ નવો પ્લાન રિલાયન્સ જિયો અને એરટેલનું ટેન્શન વધારી શકે છે.

વોડાફોન આઈડિયાએ તાજેતરના ભૂતકાળમાં તેના વપરાશકર્તાઓ માટે ઘણા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન્સમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે યૂઝર્સને નોંધપાત્ર પ્રમાણમાં ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. હવે કંપની ગ્રાહકો માટે 45 રૂપિયાનો નવો રિચાર્જ પ્લાન લાવી છે. આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે તેની વેલિડિટી 6 મહિના એટલે કે 180 દિવસની છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં વેવાઈ વેવાણના પ્રેમ સંબંધનો કિસ્સો, દીકરાએ પકડ્યા રંગે હાથ

તમને જણાવી દઈએ કે કંપની આ પ્લાનમાં યુઝર્સને ખાસ સર્વિસ આપી રહી છે. 45 રૂપિયામાં તમને 180 દિવસ માટે મિસ્ડ કોલ એલર્ટ સેવા મળી રહી છે. પ્લાન રિચાર્જ થતાની સાથે જ તમને 180 દિવસ માટે મિસ્ટ કોલ એલર્ટ મળવાનું ચાલુ રહેશે. ઘણી વખત એવું બને છે કે આપણે ફોનને સ્વિચ ઓફ કરી દઈએ છીએ અથવા તેને એરપ્લેન મોડમાં મૂકી દઈએ છીએ, આવી સ્થિતિમાં આપણને ખબર નથી પડતી કે કોણે કોને ફોન કર્યો છે, આ કિસ્સામાં તે વેલ્યુ એડેડ પ્લાન છે.

આ પણ વાંચો: ઘોર કળયુગ; નરાધમ પુત્ર સગી જનેતા પર આચરતો હતો દુષ્કર્મ

તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કંપની તમને 45 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં કૉલિંગ, મેસેજિંગ, ઇન્ટરનેટ અથવા OTT જેવા પેકનું સબસ્ક્રિપ્શન આપી રહી નથી. તમારે કોલિંગ અને મેસેજિંગ માટે બીજું પેક ખરીદવું પડશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે