GujaratAhmedabad

અમદાવાદમાં વિવેકાનંદ કોલેજની બિલ્ડિંગને કરાઈ સીલ, જાણો શું છે સમગ્ર મામલો…

રાજકોટ અગ્નિકાંડ બાદ બીયુ, ફાયર, સહિતના મુદ્દે કોર્પોરેશન મંજૂરી તેમજ સુવિધા ન ધરાવતા બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. એવામાં આ મામલામાં અમદાવાદથી આવા જ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પૂર્વમાં રાયપુર દરવાજા સામે આવેલી વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ કેમ્પસ વર્ષો જુનું કેમ્પસ રહેલું છે અને આ બિલ્ડિંગમાં યુજી-પીજી ની ઘણી કોલેજો ચલાવવામાં આવે છે ત્યારે કોલેજ બિલ્ડીંગને બીયુ, ફાયર સહિતના મુદ્દે કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.

તેની સાથે કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગ સીલ કરવામાં આવતા કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ ની વાત કરીએ તો જેમાં આર્ટસ, કોમર્સ, બી.એડ અને લો સહિતની ફેકલ્ટીમાં યુજી-પીજી ની કોલેજો ચલાવવામાં આવે છે અને પુર્વના વિદ્યાર્થીઓ માટે આ કોલેજો મહત્વની ગણાય છે.

જ્યારે રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ફાયર-બીયુ સહિતના મુદ્દે વિવિધ બિલ્ડીંગો-એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવામાં આ બાબતમાં વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ ને પણ સીલ કરી દેવામાં આવી છે. તેના લીધે હાલમાં વિવિધ કોર્સ માં વિવિધ વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોલેજ કોર્પોરેશન દ્વારા ખોટી રીતે બિલ્ડિંગ સીલ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોલેજ પાસે બીયુ પરમિશન હોવા છતાં કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ ખોટી રીતે સીલ કરાયું છે. તેના લીધે  વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી છે.

તેની સાથે છેલ્લા થોડા દિવસોથી કોલેજ બિલ્ડીંગની નીચે ફુટપાથ રોડ પર વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કાર્ય કરાવી ને તંત્રની સહાનુભૂતિ પણ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાલમાં કોલેજ બિલ્ડીંગ બંધ હોવાથી પ્રવેશ સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી પડતા બિલ્ડીંગની  નીચે ની એક દુકાનમાંથી તમામ પ્રકારની પ્રક્રિયા કરાય રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ બીયુ, ફાયર, સહિતના મુદ્દે કોર્પોરેશન મંજૂરી તેમજ સુવિધા ન ધરાવનાર બિલ્ડીંગ સીલ કરવામાં આવી રહી છે.