GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખ પછી ગુજરાત માં પડશે કાળઝાળ ગરમી

રાજ્યમાં હાલ ઠંડીએ જોર પકડ્યું છે. થોડા દિવસોથી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવાઈ રહ્યો છે. જ્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કાળઝાળ ગરમીની શરૂઆત થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટાડો થશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. જ્યારે 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધારો થશે. ધીરે-ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું જોવા મળશે. 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ જોવા મળશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જોવા મળશે.

તેની સાથે વધુમાં તેમને જણાવ્યું કે, અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને લીધે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. તેના લીધે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળશે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ રહેલી છે. મહત્તમ પવનની ગતિ આગામી 5 દિવસ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા રહેલી છે. અંદાજીત 12-16 કિમી કલાક સુધીની રહેવાની શક્યતા રહેલી છે. તા. 10 ફેબ્રુઆરી દરમિયાન પવનની દિશા અગ્નિ, તેમજ તા. 11-14 ફેબ્રુઆરી દરમિયાન વાયવ્ય થી નૈરુત્ય રહેવાની શક્યતા રહેલી છે.

આગાહી અનુસાર, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના લીધે લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યારના પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના પવન ફૂંકાઇ રહ્યા છે. તેના લીધે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. રાત્રીના અને વહેલી સવારના લોકો કાતિલ ઠંડીનો અનુભવાઈ રહ્યાં છે. આગાહી અનુસાર, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ જોવા મળશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગ્ગ્દ્વાનો છે. એટલે કે, આ દિવસોમાં પણ તમારે વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવતા જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે રાતના ભાગોમાં તાપમાન ઘટાડો થશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધારો થશે. ધીમે-ધીમે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઇ હોય તેવું જોવા મળશે. 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ જોવા મળશે.