GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખ પછી વરસાદનું જોર ઘટશે

ગુજરાતમાં બે ત્રણ દિવસથી ભારે વરસાદી રહ્યો છે. તેના લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. એવામાં વરસાદી માહોલને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 કલાક ભારે વરસાદ રહેવાનો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. 28 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે ભારે વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એવામાં અંબાલાલ પટેલ દ્વારા બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

તેની સાથે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદના લીધે જળબંબાકારની આગાહી કરી છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાનું છે.

જ્યારે હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા પણ આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર માં સર્જાયેલું ડિપ ડિપ્રેશન ગુજરાતમાં પહોંચવામાં લીધે આજ સાંજ સુધીમાં રાજ્યના પૂર્વી વિસ્તારો માં વરસાદની ગતિવિધિ નબળી પડી જશે. તેમ છતાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અરવલ્લી, મોડાસા, ગાંધીનગર અને વડોદરામાં વરસાદની શક્યતા યથાવત રહેલી છે.

તેની સાથે વધુમાં જણાવ્યું છે કે, સુરત, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી માં ભારે વરસાદ રહેવાનો છે. ત્યારે ગાંધીધામ, ભુજ, નલિયા અને દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 29 તારીખ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.