GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની કમોસમી વરસાદને લઈને કરી ભયંકર આગાહી

ગુજરાતના વાતાવરણમાં ફરી ફેરફાર જોવા મળવાનો છે. કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભયંકર આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ જોવા મળવાનો છે. તેના લીધે ખેડૂતોની ફરી ચિંતામાં વધારો થયો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેમના મુજબ, તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળો જોવા મળશે. જયારે કેટલાક વિસ્તારોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તેની સાથે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવન વધુ જોવા મળશે. કચ્છના વિસ્તારોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા રહેલી છે. તે સમયે દરિયાકિનારાના કેટલાક વિસ્તારમાં પણ પવન સાથે ક્યાંક કમોસમી વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે.

તેની સાથે તેમને વધુમાં જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. પરંતુ 17 થી 20 માર્ચમાં ફરી એકવખત હવામાનના પલટો જોવા મળશે. 17 થી 20 માર્ચના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. તેમ છતાં તે સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે. પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા રહેલી છે. જ્યારે હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું અને પવન રહેવાની શક્યતા રહેલી છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હલચલ રહેવાની શક્યતા રહેલી છે. અરબી સમુદ્રના ભેજના લીધે ગુજરાતમાં વાદળવાયુ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જોવા મળવાની છે.