AhmedabadGujarat

ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી, કહ્યું ચાલુ વર્ષે ચોમાસુ….

ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી હતી કે દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનુ છે. તેમજ 4 જુનના રોજ અથવા તો 4 દિવસ આગળ પાછળના દિવસોમાં કેરળમાં ચોમાસુ બેસવાનું અનુમાન છે. જોકે કેરળમાં ચોમાસું બેસી ગયા પછી હવે તે આગળ વધીને ગુજરાત તરફ આવતું હોય છે. કેરળમાં ચોમાસાના આગમન થાય તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ પહોચતું હોય છે. પરંતુ અલનિનોની અસર ચોમાસા પર થવાની શક્યતા છે. જોકે અલનીનોની અસર કેટલાક એવા પરિબળો હોય ત્યારે જ થાય છે. ત્યારે આવો જાણીએ અલ નીનો અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું જણાવ્યું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂર્વ તેમજ મધ્ય પ્રશાંત મહાસાગરના ઇક્વેટરના વિસ્તારમાં ઉદ્ભવતી હવામાનના ફેરફારની કુદરતી પ્રક્રિયાને અલનિનો કહે છે. જેમાં પૂર્વ તેમજ મધ્ય પ્રશાંત સમુદ્રની સપાટીના હવામાનમાં અસાધારણ વધારો થાય છે, અને તેની અસર 6થી 18 મહિના સુધી રહે છે. પૃથ્વીના અડધા ગોળાર્ધ ઉપર દક્ષિણ અમેરિકા 80 Wથી ઇન્ડોનેસિયા 120 E સુધી પ્રશાંત મહાસાગર ઇક્વેટર ફેલાયેલ છે. પ્રશાંત મહાસાગર મધ્ય, પશ્ચિમ અને પૂર્વ પ્રશાંત મહાસાગર એમ ત્રણ ભાગમાં વહેંચાયલ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પેસેફિક મહાસાગર પૂર્વ કિનારાની બાજુ જળ વાયુ ગરમ થાય તેને અલ નીનો કહેવાય છે. ઉતર ઓસ્ટેલિયમાં હવાનું દબાણ અલ નીનોમાં ભારે હોય છે. જ્યાફે પૂર્વ પેસેફિક મહાસાગરમાં હવાનું દબાણ અલનીનોમાં હલકું હોય છે. પૂર્વ પેસેફિક મહાસાગર તરફ ઓસ્ટ્રેલિયાની હવા જાય છે. અને તેની ભારત પર અસર થાય છે. કારણ કે, વૈશ્વિક હવામાનની ભારત પર અસર થાય છે. અલનીનો હોય તે વર્ષ દરમિયાન વરસાદ ઓછો થતો હોય છે. પંરતુ એવું ચોક્કસ કહી શકાય નહીં. કારણ કે, દક્ષિણ હિંદ મહાસાગર પશ્ચિમ પૂર્વનું હવામાન જો બરબર એટલેકે સાનુકુળ રહે તો અલનીનોની અસર થતી નથી. અત્યારના હવામાનને જોઇએ તો ચાલુ વર્ષે વરસાદની સાયકલ સારી રહેશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ હિંદ મહાસાગરમાં સાનુકુળ હવામાન રહેશે તો શ્રીકાર વરસાદ થતો પણ હોય છે. ચોમાસું નબળું રહેશે કે તેનાથી ખરાબ તેનું અનુમાન અત્યારથી થઇ શકે નહી. દક્ષિણ હિંદ મહાસાગરની સ્થિતિ પર ધ્યાન રાખવું હિતાવહ રહે. ચોમાસાના ચિન્હો પણ હાલ બરોબર જણાય આવે છે. અને શરુઆતમાં તો નિયમિત ચોમાસું આવે તેવી શક્યતા રહેશે. પરંતુ ત્યાર પછી ચોમાસું વચ્ચેના સમય દરમિયાન ખેંચાય અને પાછળના સમયે વરસાદ સારો રહેશે.