AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી આગાહી

અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ટકરાતા કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થતા કચ્છ સહિત ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવવાના સાથે વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂનમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન આવી જશે. તેની સાથે બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદી માહોલ બની શકે છે. આ સિવાય મુંબઈ સહિત મહારાષ્ટ્ર ના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ વરસશે પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસવાની શક્યતા ઓછી રહેલી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.