GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. એવામાં ગઈ કાલના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના હવામાનમાં પલટાની શુક્વારના સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તેની સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે શુક્રવારના સવારના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી દેવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનેલ છે. તેની સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા જણાવી હતી. તેમ છતાં એક દિવસ બાદ વાતાવરણ સામાન્ય રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરી હતી.

જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કરતાં જણાવવામાં આવ્યું છે કે, 26 મી તારીખ એટલે શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. ત્યાર બાદ તારીખ 27 અને 28 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થોડા સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થવાનો છે. તેના લીધે 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે. તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે ગરમી જોવા મળવાની છે. તેની સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતા રહેલી છે. ઉત્તર સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેલી છે.