GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે કરી ભયંકર આગાહી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીએ જોર પકડ્યું છે પરંતુ હવે કમોસમી વરસાદ લઈને સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, એપ્રિલ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થવાનું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે. એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ વરસવાનો છે. તેની સાથે જ વાતાવરણમાં આંધી વંટોળ નું પ્રમાણ વધવાનું છે. એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ કારણોસર એપ્રિલના બીજા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાનો છે.

તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ વધવાનું છે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમી પડવાની શરૂઆત થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે મે મહિનામાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી વધતા લૂ રહેશે. આ સિવાય એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયા ના શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હાલમાં ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ એપ્રિલ ની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટો જોવા મળશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જવાનું છે.