ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદે થોડો વિરામ લીધો છે. તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના લીધે ભારે વરસાદની શક્યતા રહેલી છે. બંગાળના ઉપસાગરમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના લીધે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ સિવાય હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય બનતા આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 18 થી 25 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. પરેશ ગોસ્વામી એ પણ જણાવ્યું કે, જુલાઈ મહિનામાં સામાન્ય કરતા 14 % વધુ વરસાદ વરસ્યો છે. આગામી 16, 17 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે આગામી 18 થી 25 જુલાઈ વચ્ચે રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય પરેશ ગોસ્વામી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 21 થી 24 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. 21 થી 24 જુલાઈ દરમિયાન કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો વરસવાની શક્યતા રહેલી છે