SaurashtraGujaratJamnagar

અનંત અંબાણીએ પોતાની સ્પીચમાં એવું તો શું કહ્યું કે, સાંભળીને મુકેશ અંબાણીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા….

ગુજરાતના જામનગરમાં રાધિકા અને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. 1 માર્ચથી શરૂ થયેલી આ ઈવેન્ટનો આજે ત્રીજો દિવસ રહેલો છે. જ્યારે પ્રી-વેડિંગ ઈવેન્ટની વાત કરીએ તો દેશમાંથી નહીં જ વિદેશમાં પણ અનેક મોટી હસ્તીઓ આવી છે. એવામાં તેને લઈને ભારે ચર્ચાઓ રહેલી છે.

તેની સાથે રાધિકા અને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ઘણી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ પણ થઈ રહ્યા છે. એવામાં પ્રી-વેડિંગ ઈવેન્ટના બીજા દિવસે અનંત દ્વારા પોતાના પેરેન્ટ્સ માટે એક ખાસ સ્પીચ તૈયાર કરવામાં આવી હતી. તેને સાંભળીને મુકેશ અંબાણી ઈમોશનલ થઈ ગયા હતા. આ દરમિયાનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

પ્રી-વેડિંગ ફંક્શનના પ્રથમ દિવસે અનંત અંબાણી દ્વારા તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે ખાસ સ્પીચ બોલવામાં આવી હતી. આ ખાસ સ્પીચમાં અનંત દ્વારા તેના પિતા મુકેશ અંબાણી અને માતા નીતા અંબાણી વિશે વાત કરવામાં આવી હતી. અનંત દ્વારા સ્ટેજ પર બધાની સામે પોતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વિશે ખુલીને વાત કરવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નાનપણથી જ મેં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરેલ છે. પરંતુ મારા માતા-પિતા દ્વારા મને ક્યારેય એ વાતનો અહેસાસ થવા દીધો નહોતો કે હું બીમાર છું અને મારી બીમારી સાથે હું સંઘર્ષ કરી રહ્યો છું. મારા મુશ્કેલ સમયમાં તે હંમેશા મારી પડખે ઉભા રહ્યા હતા. દરેક સમયે તે મને ખાતરી આપતા રહેતા હતા કે, હું જલ્દી સાજો થઈ જઈશ અને એક દિવસ હું મારા જીવનમાં જે ઈચ્છું તેને ચોક્કસ કરીશ. તેના અસ્તિત્વનો ખરો અર્થ શું છે તે હું તે સમયે હું સારી રીતે સમજી ગયો હતો.

તેની સાથે અનંત અંબાણી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, મમ્મી-પપ્પા, મને ટેકો આપવા અને મારી સાથે મજબૂતીથી ઊભા રહેવા માટે તમારો ખૂબ આભાર. અનંતની વાત સાંભળીને સામે બેઠેલા તેના પિતા મુકેશ અંબાણી પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યા નહોતા. પુત્રની બીમારી વિશે સાંભળીને મુકેશ અંબાણીની આંખોમાં આંસુ સરકી આવી ગયા હતા. તેની સાથે આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.