GujaratRajkotSaurashtra

પોલીસ પૂછપરછ દરમિયાન ચોરીના આરોપીએ આ તો શું કર્યું….

રાજકોટ શહેરના A-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતી જ્યુબેલી પોલીસ ચોકીમાં એક ઘરચોરીના આરોપીની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન તેણે પોતાના ગળા પર તીક્ષણ હથિયારનો ઘા મારીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

એસીપી દક્ષિણ બીજે ચૌધરીના જણાવ્યા અનુસાર, ગુરૂવારના રોજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા રજપૂતપરા મેન રોડ ખાતે આવેલી દિપક એન્ડ કંપની નામની એક દુકાનમાં સેનેટરીવેર તેમજ બાથફીટીંગના માલસામાનની ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં બે આરોપીઓની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી 30 વર્ષીય અનિલ ચારોલીયા અને 23 વર્ષીય વિકી તરેટીયાની PSI સમક્ષ પૂછપરછ ચાલી રહી હતી. આ દરમિયાન આરોપી અનિલ ચારોલીયાએ પોતાના ગળાના ભાગ પર તીક્ષણ હથિયારનો ઘા મારીને તેણે ખુદને જ ઈજા પહોંચાડી હતી. ત્યારપછી આરોપીને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ગણતરીના સમયમાં જ સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે એફએસએલની મદદ પણ લેવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ક, અગાઉ 2017માં પણ અનિલ ચારોલીયા માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીની ઘટનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેમજ ગુરૂવારના રોજ પોલોસે 1.83 લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.