GujaratSouth GujaratSurat

સુરતમાં હીરાના વેપારીએ પેકેટ ખોલીને જોતા જ વેપારીનું મગજ ચકરાઈ ગયું

સુરતના હીરાબજારમાં મંદી વચ્ચે છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વરાછા મિનીબજારમાં હીરાના દલાલ દ્વારા હીરાના પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ પેકેટ ખોલવામાં આવ્યું તે સમયે દલાલનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આ બાબતમાં હીરાના વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા દીપ માધવજી ધામેલિયા અને હીરા લેનાર કિરણ કોઠારી સામે ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જાણકારી મુજબ, હીરા ની જગ્યાએ પેકેટમાં ચણા અને રેતી ભરેલા મળ્યા બાદ આ કેસમાં નોંધાયેલી ફરિયાદ ના આધારે વરાછા પોલીસ દ્વારા હીરા દલાલ પ્રદીપ ધામેલીયા ની ધરપકડ કરી લેવામાં આવી છે. આવી જ બાબત થોડા દિવસ પહેલા મહિધરપુરા બજારથી સામે આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, વરાછા મિનીબજાર માં સહયોગ ચેમ્બરમાં ભૂપત માંગુકીયા તેમના ભત્રીજા સાથે હીરાનો ધંધો કરે છે. એવામાં 24 મી એપ્રિલના રોજ હીરા દલાલ પ્રદીપ ધામેલીયા તેમની પાસેથી 13.21 લાખની કિંમતના હીરાના બે પેકેટ પાર્ટી ને દેખાડવા માટે લઈને ગયા હતા. તેમ છતાં પાર્ટી ને દેખાડવાની વાત કર્યા બાદ હીરા દલાલ પ્રદીપે બન્ને પેકેટમાંથી હીરા કાઢી તેની જગ્યાએ પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરી વેપારીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.
એવામાં હીરાના વેપારી ને સીલ કરેલા પેકેટો પર શંકા જતા હીરા દલાલની હાજરીમાં પેકેટો ખોલ્યા હતા. પેકેટો ખોલતા જ દલાલ પ્રદીપ ની પોલ ખુલ્લી ગઈ હતી. આ મામલામાં હીરાના વેપારી ભૂપત માંગુકીયા દ્વવારા રાછા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના આધારે પોલીસે પ્રદીપ માધવજી ધામેલીયા અને હીરા લેનાર કિ૨ણ કોઠારી સામે ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં વરાછા પોલીસ દ્વારા હીરાદલાલ પ્રદીપ ધામેલીયા ની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય આરોપીની પણ તપાસ કરાઈ રહી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે