GujaratRajkotSaurashtra

યુવતીએ સબંધ રાખવાની ના પાડતા યુવકે જાહેરમાં જ પકડી લીધો હાથ અને પછી…

એક યુવક જ્યારે પ્રેમ સંબંધ માટે યુવતીને કહે અને જો યુવતી ના પાડે તો ઘણી વખત યુવકોને આ જવાબ પસંદ આવતો નથી. અને પછી તેઓ ના કરવાનું કરી બેસતા હોય છે. આવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં એક યુવકે એક યુવતીને સબંધ રાખવા માટે કહ્યું તો યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી હતી. તો યુવકે એક દિવસ યુવટી સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોટક બેંકમાં યુવતી આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. બહેનપણીના માધ્યમથી યુવતી અજય તોલાણી નામના યુવક સાથે બે વર્ષ પહેલાં સંપર્કમાં આવી હતી. ત્યારપછી બંને વચ્ચે નંબરની આપ લે થઈ અને અજય દરરોજ યુવતીને ફોન કરીને તેની સાથે વાતચીત પણ કરતો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર, અજય યુવતીને છેલ્લા 1 મહિનાથી સંબંધ રાખવા માટે કહેતો હતો. જે સબંધ રાખવાની યુવતીએ ના પાડી દીધી હતી. તેમ છતાં અજય સતત યુવતીનો પીછો કરી તેની ઓફિસે જતો હતો. તેમજ આઠ દિવસ પહેલા યુવતી જ્યારે તેના ઘરેથી નીકળી ત્યારે અજય પણ યુવતીની પાછળ ગયો અને કોઠારીયા રોડ પર યુવતીને ઉભી રાખીને વાતચીત પણ કરી હતી. અને બાદમાં અજયે યુવતીને કહ્યું કે તારે કેમ મારી સાથે સબંધ નથી રાખવો તેમ કહીને યુવતીનું કાંડુ પકડ્યું હતું. તેથી યુવતીએ કાંડુ છોડવાનું કહેતા અજયે યુવતીને ઝાપટ મારી દીધી હતી તેમજ મૂઢ માર માર્યો હતો. ત્યારબાદ યુવતીએ જેમતેમ કરીને પોતાનો હાથ અજયથી છોડાવ્યો અને ત્યાંથી તે તેની મોટરસાયકલ લઈને નીકળી ગઈ હતી. અને આ સમગ્ર મામલે ઘરે જઈને તેના પિતાને કરી હતી.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે પણ આ મામલે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.