GujaratAhmedabad

અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે શા માટે થયો પથ્થરમારો?

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હાલ વિરોધ માહોલ બન્યો છે. કેમ કે સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુઓ અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. તેનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચેનો વિરોધ હિસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષ દ્વારા એકબીજા પર પ્લેકાર્ડ અને પથ્થર ફેંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હિંસક વિરોધમાં કેટલાક પોલીસકર્મીઓ ને ઈજા પણ થઈ હતી. તેની સાથે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાના વિરોધ અને ઘર્ષણના દ્રશ્યો તો ટીવી પર પણ જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીના સંસદમાં આપવામાં આવેલ નિવેદન બાદ આ વિરોધ કરવામાં આવ્યો છે. હિંદુ અંગેના નિવેદન બાદ ભાજપનો દેશમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનનો પ્રધાનમંત્રી દ્વારા સંસદમાં જવાબ આપવામાં આવ્યો છે. વિરોધ કરવામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ મર્યાદા ચુક્યા તેમજ બંને પક્ષના કાર્યકર્તા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બંને પક્ષ દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હિંદુ સમાજને હિંસક કહ્યો તેના વિરોધમાં કાર્યકર્તા દ્વારા હિંસા ઉપર ઉતરી આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિંદુઓને લઈને કથિત નિવેદન આપવામાં આવ્યું હતું. તે કારણોસર રાહુલ ગાંધીના વિરોધ માટે ભાજપના કાર્યકર્તાઓ અમદાવાદમાં ભેગા થયા હતા. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ કાર્યાલયે આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્લે કાર્ડ કોંગ્રેસના કાર્યકર્તાઓ તરફ ફેંકવામાં આવ્યા હતા. તેના જવાબમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસ દ્વારા કાર્યકર્તાઓ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. એવામાં આ ઘર્ષણના લીધે પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. હાલમાં પોલીસ દ્વારા આ તમામા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.