GujaratRajkotSaurashtra

રાજકોટમાં પતિના લફરાને કારણે સંસારમાં આગ લાગતા પત્નીની આત્મહત્યા, વિડીયો બનાવી કહી આ વાત…

રાજકોટમાં એક પરિણીત મહિલા દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, પતિના પ્રેમ પ્રકરણથી હેરાન થઈને પત્ની દ્વારા દવાઓ ખાઈને આત્મહત્યા કરવામાં આવી છે. તેમ છતાં આત્મહત્યા કરતા પહેલા પરિણીત મહિલા દ્વારા એક સુસાઈડ નોટ લખવાની સાથે એક વિડીયો રેકોર્ડ કરીને આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું. આ મામલામાં પોલીસ દ્વારા ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં પતિથી કંટાળીને મહિલા દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. મહિલા દ્વારા એક સાથે ઘણી બધી દવાઓ ખાઈને સુસાઈડ નોટ લખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વીડિયો પણ મહિલા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેના પતિના પાયલ નામની મહિલા સાથે સંબંધ બંધાયેલા હતા. તેના લીધે મહિલા દ્દવારા આત્મહત્યા કરી લેવામાં આવી હતી. મહિલાના ભાઈની ફરિયાદ પર પતિ સહિત ચાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેનાર અલક પરમાર નામની પરિણીત મહિલા દ્વારા એક સાથે અનેક દવાઓ ખાઈને આત્મહત્યા કરવામાં આવ્યો છે. પરિણીત મહિલા દ્વારા આત્મહત્યા કરતા દરમિયાન તેની પુત્રીની સંભાળ રાખવાની વિનંતી કરી અને પછી તેના પતિને લઈને ઉલ્લેખ કર્યો હતો. પત્ની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પતિનો પાયલ નામની મહિલા સાથે સંબંધ રહેલો હતો. હવે મારે જીવીને શું કામ છે મારી વાત કોઈ સાંભળનાર નથી. ત્યાર બાદ મહિલા દ્વારા દવા ખાઈ લેવામાં આવી હતી. મહિલા દ્વારા પોતાના વીડિયોમાં પતિ અને સાસરીયાઓ સામે હેરાનગતિનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ બંને વીડિયોની વાત કરવામાં આવે તો આ મૃતક મહિલાના ફોનમાંથી મળ્યા છે.

રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના ભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં મૃતક મહિલાના ભાઈની ફરિયાદ આધારે પતિ જસ્મીન પરમાર, સસરા રમેશભાઈ પરમાર, સાસુ સરોજબેન પરમાર અને પતિની પ્રેમિકા પાયલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 32 વર્ષીય અલકા પરમારના લગ્ન 11 વર્ષ અગાઉ જસ્મીન પરમાર સાથે થયેલા હતા. લગ્નના બે વર્ષ બાદ અલકા દ્વારા પુત્રીને જન્મ આપવામાં આવ્યો હતો. જ્યારે આ દીકરી નવ વર્ષની છે તેનું નામ તન્વી રહેલું છે. જ્યાર આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.