રાજયમાં હાલ લોકોને ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ઠંડી બપોરે ગરમી અને કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ભયાનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મુજબ, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં ચોથી તારીખથી ધોધમાર વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ મુજબ, આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ભરૂચ અને વડોદરામાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલના અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસશે. આ સિવાય કમોસમી વરસાદની પવનનું પણ જોર જોવા મળશે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, વલસાડ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉનાળામાં ભર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનક વરસાદને લીધે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વરસાદ પડવાને લીધે ખેડૂતોને ભારે નુકસાનની સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ખેડૂતો કેરી પાડવાની તૈયારી કરી રહ્યા હતા અને ત્યાં વરસાદે તેમની દશા બગડી છે.