GujaratAhmedabad

ફૂલ પધરાવવા આવેલા યુવકોએ રિવરફ્રન્ટ પર ખેલ્યો ખૂની ખેલ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સાવ નજીવી બાબતને લઈને થયેલ બોલાચાલીમાં જાહેરમાં જ એક યુવકની હત્યા કરાઈ હતી. રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિઓ ફલ પધરાવવા આવ્યા હતા. ત્યારે તે લોકોને ‘તમે કેમ અહીંયા આવ્યા છો,’ તેમ પૂછ્યું હતું. ત્યારે સાવ આવી નજીવી બાબતમાં બે યુબકો ઉશ્કેરાઇ ગયા હતા અને બંને યુવકોએ ત્યાં પોતાની ફરજ બજાવનાર હરીશ નામના વ્યક્તિને ગડદાપાટુનો માર મારી તેની નિર્મમ હત્યા કરી હતી અને બાદમાં બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.આ ઘટના બનતા જ ત્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ થયા હતા. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ત્યાં હાજર CCTV કેમેરાના વીડિયો ફુટેજના આઘારે એક આરાપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે મિત્રો ડફનાળા બાજુ આવેલ રિવરફ્રન્ટ પર 11 એપ્રિલ 2023ના રોજ રાત્રે 8 વાગ્યે ફૂલ પધારવા માટે આવ્યો હતો. ત્યારે રિવરફ્રન્ટ ફેઝનું કામ કરી રહેલા હરીશ પરમાર નામના શ્રમિકે આ ફૂલ પધરાવવા આવેલ યુવકોને પૂછ્યું હતું કે, તમે અહીંયા કેમ આવ્યા છો. ત્યારે આવી નાની વાતને લઈને બંને યુવકો ઉશ્કેરાઈ ગયા હતા. અને ઉશ્કેરાઈને બંને લોકોએ હરીશ સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. બાદમાં બંને યુવકો હરીશ પરમારની ઓરડી પર પહોંચ્યા અને ત્યાં તેનું આધારકાર્ડ તપાસ્યું હતું.

ત્યારે બંને યુવકોના ગુસ્સાને જોઈને ડરી ગયેલ હરીશ ત્યાથી ભાગવા લાગ્યો ત્યારે આ બંને યુવકો હરિષને પકડવા તેની પાછળ એક્ટિવા લઈને ગયા હતા. અને પછી હરિશને પકડી પાડીને તેને એક્ટિવા પર બેસાડીને તેઓ લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક્ટિવાનું અકસ્માત થતા હરીશ અને બંને યુવકો નીચે પટકાયા હતા. જે બાદ હરીશને આ બંને યુવકોએ મળીને ગડદાપાટુનો મારમારી તેમજ લાકડાના દંડા વડે માથાના ભાગે જોરથી માર મારીને હરેશની હત્યા કરી બંને યુવકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

આ પણ વાંચો: કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર

આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત

ઉલ્લેખનીય છે કે, પોલીસે આ સમગ્ર મામલે CCTV ફુટેજના આધારે બે યુવકોમાંથી એકની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ મેહુલ દંતાણી છે. તેમજ અન્ય એક આરોપી ફરાર છે. મેહુલ દંતાણીએ જણાવ્યું હતું કે, તે લોકોએ જ્યારે હરિષની સાથે મારામારી કરીને તેની હત્યા કરી એ દરમિયાન ત્યાં 100થી પણ વધુ લોકો ઉભા હતા અને મુખપ્રેક્ષકની જેમ તમાશો જોઈ રહ્યા હતા. બંને યુવકો હત્યા કરીને આ ટોળામાંથી નીકળીને જતા પણ રહ્યા હતા. એટલું જ નહીં, હત્યા થયા પછી તપાસ માટે આવેલ પોલીસને આ ટોળામાથી કોઈએ માહિતી પણ આપી ન હતી. ત્યારે ત્યાં હાજર સીસીટીવી કેમેરાના વીડિયો ફુટેજ તપાસ કરતા તેમાં આરોપીઓના એક્ટિવાનો નંબર મળ્યો હતો. જેના આધારે પોલીસે આરોપી મેહુલ દંતાણીની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન મેહુલ દંતાણીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. હાલ તો પોલીસે મેહુલના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અને તેની સાથે વધુ પૂછપરછ કરીને ફરાર થઇ ગયેલ આરોપી અંગે માહિતી મેળવવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.