GujaratAhmedabad

નામ ના લેવાની શરતે યુવરાજસિંહે લીધા 1 કરોડ! જાણો શુ છે સમગ્ર મામલો

સરકારી ભારતીઓમાં થતી ગેરરીતીઓને ઉજાગર કરીને સતત સરકારને ભીંસમાં લેનારા યુવરાજસિંહ જાડેજા ઓર ગંભીર આરોપ લાગ્યા છે. ભાવનગર પોલીસે સતત ત્રણ દિવસ સુધી દિવસ-રાત એક કરીને ડમી કાંડ મુદ્દે કરેલી તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. નામ નહીં લેવાની શરતે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે રૂપિયા માટે માગણી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેરરીતિ કરનારા લોકોને છાવરવા જેવા ગંભીર આક્ષેપ યુવરાજસિંહ પર લાગ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવરાજસિંહના ખૂબ જૂના સાથી એવા બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ જાડેજા પર આ પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, યુવરાજસિંહે ભરતી કૌભાંડોનો ખુલાસો કરતી વખતે નામ ન લેવાની શરત મૂકીને 1 કરોડ રૂપિયા લીધા છે. ત્યારે આ પ્રકારના ગંભીર આરોપને કારણે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, 13 તારીખના રોજ યુવરાજસિંહે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા કૌભાંડીઓની ગૂજરાત ફાઈલ તૈયાર કરી રહ્યો છું. આવનારા દિવસોમાં આધાર પુરાવા સાથે એક-એકને જાહેર જનતા જોગ મૂકીશ.” વધુમાં યુવરાજ સિંહે આ જ ટ્વીટમાં એવું જણાવ્યું કે તપાસમાં મોટા માથા તેમજ અનેક કૌભાંડીઓના આકા સામે આવશે તેવી વાત લન કરી હતી. જોકે, યુવરાજસિંહ કૌભાંડીઓ મુદ્દે કોઈ ખુકસો કરે તે પહેલા જ તેમના પર આ પ્રકારના ગંભીર આરોપ લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિઓ બહાર લાવીને સતત સરકારને ઘેરતા રહે છે. જેને કારણે યુવરાજ સિંહ સતત વિદ્યાર્થીઓ મુદ્દે ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ યુવરાજસિંહના એક સમયના ખૂબ જ નજીકના સાથે બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ કરતા હાલ તો રાજકારણ ગરમાયુ છે.