GujaratAhmedabad

અમદાવાદ : વસ્ત્રાપુરની હોટલ શૈલીમાં CID ક્રાઈમની ટીમ પર બે રશિયન યુવતીનો કર્યો હુમલો

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર માં આવેલી શૈલી હોટેલથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ હોટલમાં બે રશિયન યુવતી ઓ દ્વારા રેડ કરવા અને તપાસ કરવા માટે આવેલ CID ક્રાઈમ ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવતીઓ દ્વારા હોટેલની લોબીમાં આવી હોબાળો કરવામાં આવ્યો હતો. તેના લીધે વધુ મહિલા પોલીસ બોલાવવી પડી હતી.

તમને જણાવી દઈએ કે, 30 જુલાઈના રોજ રાત્રીના CID ક્રાઈમ ની ટીમ દ્વારા હોટલ અને સ્પામાં અલગ અલગ 35 જગ્યાએ પર રેડ પાડવામાં આવી હતી. આ બાબતમાં CID ક્રાઈમ ની ટીમનો કાફલો વસ્ત્રાપુરમાં આવેલ શૈલી હોટેલમાં એક રેકેટ અંગે રેડ કરવા અને તપાસ કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન આ રેકેટમાં આ બે યુવતીઓ પણ સામેલ રહેલી હતી. આ યુવતીઓની વાત કરીએ તો તેને CID ક્રાઈમ ની ટીમ દ્વારા સાક્ષી તરીકે અને ભોગ બનનાર રજૂ કરવાની હતી. તે કારણોસર તેમના ડોક્યુમેન્ટ માંગવામાં CID ક્રાઈમ ની ટીમ દ્વારા માંગવામાં આવ્યા હતા.

જ્યારે CID ક્રાઈમ ની ટીમે તેમના ડોક્યુમેન્ટ માંગ્યા તો આ બંને યુવતીઓ દ્વારા પહેલા હોટેલનો રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ બહાર લોબીમાં અને રીસેપ્શન પાસે આવીને  CID ક્રાઈમ પી આઈ જે. વી. રાઠોડ અને સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે વધુ મહિલા પોલીસ બોલાવવામાં આવી અને આ બંને યુવતીઓ ને કાબુમાં કરાઈ હતી. આ બંને યુવતીઓ પર CID ક્રાઈમ ની ટીમ પર હુમલો કરવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.