GujaratRajkotSaurashtra

હાર્ટ એટેક આવતા 36 વર્ષીય પરિણીતા નું તેના જન્મદિવસ પર જ નીપજ્યું મોત, પરિવાર થયો શોકમાં ગરકાવ

રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજ્યું છે.  રાજકોટમાં 36 વર્ષની ઉંમરની એક પિરણીતાનો જન્મ દિવસ હતો તે જ દિવસે તેને હાર્ટએટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે હાલ તો પરિણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના અને તેના કારણે મોત નિપજવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પરખતા ડી.જે એકે ધર્મેશભાઈ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની નિશિતાબેન તેમના ઘરમાં રસોડામાં રોટલી બનાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક નિશિતા બેનની તબિયત લથડતાં તેઓ બેભાન થઇ ગયા હતા. તેથી પરિવારજનો નિશિતા બેનની લઈને તાત્કાલિક અસરથી સવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.  પરંતું ત્યાં તેમને સારવાર મળે તે પહેલા જ તેમને દમ તોડી દીધો હતો.  36 વર્ષની ઉંમરના નિશિતા બેનનું તેમના જન્મદિવસે જ હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું હોવાથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યુ કે નિશિતાબેનની ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી તેમજ તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું મોત નીપજ્યું હતું. નિશિતાબેનના અવસાનથી હાલ તો તેમનો આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.