GujaratJamnagarSaurashtra

પત્નીનો મોબાઈલ ચેક કરતા પતિના નજરે પડ્યું એવું કે….

જામનગરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જામનગરમાં પતિ-પત્ની વચ્ચેના ટકરારને લઈને સમાચાર સામે આવ્યા છે. હાલના જમાનો સોશિયલ મીડિયાનો દીવાનો રહેલ છે. એવામાં જામનગરમાં પતિ દ્વારા પત્નીના Whatsapp પર પરપુરુષનો મેસેજ જોઈ લેતા ઝઘડો થયો હતો. પતિ દ્વારા ગુસ્સામાં પત્ની પર તવીથા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેના લીધે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પાસે આવેલ વૃંદાવન-૧ ની શેરી. નં. ૪ માં એક કપલ રહે છે. આ કપલ વચ્ચે તકરાર થઈ હતી. તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં મહિલા જલ્પાબેન દ્વારા તેમના પતિ પ્રતિકભાઈ ચિતારા વિરુદ્ધ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મારા પતિ પ્રતિકભાઇ ચિતારા દ્વારા તવિથા વડે મારા પર હુમલો કરવામાં આવ્યો હતો.

જાણકારી મુજબ, મહિલાને કોઇ પરપુરુષ સાથે સંબંધ હોય તેવો પતિ દ્વારા અવાર-નવાર શંકા કરવામાં આવી રહી હતી. એવામાં  પતિ દ્વારા પત્નીનો મોબાઈલ ફોન ચેક કરવામાં આવ્યો હતો. જેમાં વોટસએપમા પરપુરુષનો મેસેજ જોઇ લેતા મહિલાનો પતિ ગુસ્સે થઈ ગયો હતો. આ ગુસ્સામાં મહિલાના પતિએ કેટરર્સના લોખંડના તવીથા વડે પત્ની પર હુમલો કરી દીધો હતો. મહિલા પર ત્રણથી ઘા મારી માથાના ભાગ ઈજા પહોંચાડવામાં આવી હતી. ત્યાર બાદ પત્ની દ્વારા પતિ પ્રતિક વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જ્યારે મહિલાના માથાના ભાગમાં હુમલો કરતા તેને લોહિલુહાણ હાલતમાં જામનગરની હોસ્પિટલમાં સારવારમાં અર્થે લાવવામાં આવી હતી. હાલમાં સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે આરોપી પતિ વિરુદ્ધ આઇપીસીની કલમ 324 મુજબ ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.