GujaratJamnagarSaurashtra

જામનગરથી બાળકને દત્તક લઈને સ્પેનિશ મહિલા બની સિંગલ મધર

મા બનવું એ દુનિયાની દરેક સ્ત્રી માટે ઈશ્વર દ્વારા આપવામાં આવે સૌથી મોટી ભેટ માનવામાં આવે છે. પરંતુ કેટલીક સ્ત્રીના ભાગ્યમાં સંતાન પ્રાપ્તિનું સુખ હોતું નથી. ત્યારે આ સ્થિતિમાં મા બનવા માંગતી સ્ત્રીઓ અનાથાશ્રમમાંથી બાળકને દત્તક લેવાનું પસંદ કરે છે. હમણાંથી અનાથ બાળકોને દત્તક નિઃસંતાન દંપતી માતા-પિતા બનતા હોય તે ટ્રેન્ડ વધી ગયો છે. વિદેશથી પણ અનેક લોકો ભારતમાં બાળકને દત્તક લેવા માટે આવી રહ્યા છે. ત્યારે એક સ્પેનિશ મહિલાએ સોમવારના રોજ જામનગર જિલ્લામાંથી દોઢ વર્ષના સ્પેશિયલ ચાઈલ્ડને દત્તક લીધું હતું. જામનગર જિલ્લાના કલેક્ટરની ઓફિસમાં આયોજિત સેરેમનીમાં આ સ્પેનિશ મહિલાને બાળકની કસ્ટડી સોંપવામાં આવી હતી. શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં છેલ્લા દોઢ વર્ષથી આ બાળક ઉછરી રહ્યું હતું. બાળકને ખાસ સંભાળની જરૂર હોવાના કારણે બાળકની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે જામનગર જિલ્લાના કલેક્ટર બી એ શાહે દત્તક લેનાર મહિલાને ભારપૂર્વક જણાવ્યું હતું.

જાણકારી અનુસાર, મારિયા ક્રિસ્ટી સ્પેનની વતની છે અને તે વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તેમજ તે સિંગલ પેરેન્ટ છે. આ મહિલા ભારતમાંથી એક બાળકને દત્તક લેવા માગતી હોવાથી એ માટેની તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી કર્યા પછી જામનગર જીલ્લામાંથી સ્પેશિયલ ચાઈલ્ડને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. દોઢ વર્ષનું આ માસુમ બાળક વિકાસમાં વિલંબથી પીડાય છે. આ બાળકનો શારીરિક વિકાસ તેની જેટલી ઉંમર ધરાવતા બાળકોની સાથે મેળ ખાતો નથી, તેવું નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું.

મારિયા ક્રિસ્ટિનાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું જામનગર જિલ્લાના સ્પેશ્યલ ચાઇલડની માતા બનીશ તેવુ મેં ક્યારેય વિચાર્યું નહોતું. આજે મારું મા બનવાનું સપનું પૂરું થયું છે. આજનો દિવસ એ જીવિશ ત્યાં સુધી મારી લાઈફનો સૌથી યાદગાર દિવસ બની રહેશે’. આ સાથે મહિલાએ જિલ્લા કલેક્ટર, બાળક કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા અધિકારી આને બાળક જ્યાં રહેતું હતું એ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો.

અનાથાશ્રમના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, કેટલાક સામાજિક મુદ્દાઓના લીધે થઈને જૈવિક માતા-પિતા દ્વારા જ બાળકને દત્તક લેવા માટે અહીં મૂકવામાં આવ્યો હતો. ટ્રસ્ટીઓને બાળકના એક્ઝામિનેશન દરમિયાન જાણવા મળ્યું કે બાળકને તકલીફ છે. વિકાસ ગૃહે બાળકને સોંપતી વખતે મારિયા ક્રિસ્ટીને બાળકની કેટલીક વસ્તુઓ પણ આપવામાં આવી હતી.