AhmedabadGujarat

બંગાળની ખાડીમાં આવનાર મોકા સાયક્લોનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તેના લીધે લોકોને ગરમી અને વરસાદ બંનેનો અહેસાસ થઈ રહ્યો છે. તેમ છતાં ઉનાળા સક્રિય થતા હવે ગરમીનો પારો પણ ચડ્યો છે. જયારે હવે બંગાળની ખાડીમાં આ વર્ષનું સૌ પ્રથમ વાવાઝોડું આવવાનું છે તેના લીધે એક વાત તો સ્પષ્ટ છે કે ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં ગીતીવિધીઓનું શરૂઆત થઈ ગઈ છે. એવામાં હવે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળના ખાડી સીસ્ટમ સક્રિય બનતા તે ભયંકર તોફાનમાં ફેરવાઈ શકે છે. તેના લીધે અરબ સાગરનો ભેજ બંગાળના ઉપસાગરમાં આવતા રાજ્યના ભાગોમાં ગરમી વધવાની શક્યતા રહેલી છે. આ કારણોસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો પાર વધશે. તેની સાથે મહત્તમ તાપમાન 43 ડિગ્રી આજુબાજુ પહોંચવાનું શક્યતા રહેલી છે. તેની સાથે જ ગંગા જમનાના મેદાની વિસ્તાર તપશે અને 44 ડિગ્રીએ તાપમાન પહોંચવાની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી વધી શકે છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં વાવાઝોડાના અણસાર? જાણી લો આગાહી

તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મે મહિનામાં ગરમી પડતા હવે ધીમે-ધીમે વાદળો આવશે અને બપોર થતા વાદળો ગુમ થઈ જશે. આવી પ્રક્રિયા મહિનો સવા મહિનો સુધી ચાલતી રહેશે. તેના લીધે ખરા ચોમાસાની શક્યતા રહેલી છે. જ્યારે નદી સરોવર સાગરમાં ભેજ ઉપર ચડતા વરસાદની શક્યતા વધે છે. તેના લીધે શરૂઆતમાં ચોમાસાના સારા સંકેત રહેલા છે. તેની સાથે અત્યારના હવામાનને જોતા ચાલુ વર્ષે શરૂઆતનું ચોમાસું સારુ રહેવાની શક્યતા રહેલી છે. વાવાઝોડાની અસર ચોમાસા પર પડશે નહીં. આ વખતે સરેરાશ ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

તેની સાથે તમને જણાવી દઈએ કે, બંગાળના ખાડી સીસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં તેની વિપરિત અસર જોવા મળશે. વાવાઝોડાને કારણે અરબી સમુદ્રના પવનો પણ બંગાળની ખાડી તરફ જશે અને તેના લીધે ભેજ પણ તે તરફ કેન્દ્રીત થશે. તેના લીધે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા રહેલી છે. હાલમાં જ ગુજરાતમાં થઈ રહેલો કમોસમી વરસાદ પણ હવે બંધ થઈ જશે અને રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆત થઈ જશે.