બનાસકાંઠામાં પેપર મિલમાં ગેસ ગુંગળામણથી ત્રણ શ્રમિકોના મોત
બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવેથી ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે, પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ પેપર મિલમાં પેપર પલાળવા માટે કુંડીઓ બનાવવામાં આવી હતી. આ કુંડીઓ છેલ્લા એક અઠવાડિયાથી બંધ હોવાના લીધે અંદર ગેસ ભેગો થઈ ગયો હતો. મંગળવાર રાત્રીના પાંચ શ્રમિકો કુંડી સાફ કરવા માટે ઉતર્યા હતા. તે સમયે કુંડીમાં એકઠા થયેલ ગેસનાં લીધે શ્રમિકોને ગુંગળામણ થવા લાગી હતી. તેના લીધે શ્રમિકો બેભાન થઈ જતા મજૂરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યાર બાદ બેભાન થઈ ગયેલ મજૂરોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ ત્રણ મજૂરોનાં કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
જાણકારી મુજબ, બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ મહેશ્વરી પેપર મિલમાં કૂંડી સાફ કરવા માટે પાંચ ઉતરેલા 5 મજૂરોમાંથી ત્રણ મજૂરોને ગૂંગળામણનાં લીધે બેભાન થઈ ગયા હતા. મજૂરો બેભાન થયાની જાણ મીલનાં કામદારોને થતા તેમના દ્વારા તાત્કાલીક ફાયર ફાઈટર વિભાગને આ બાબતમાં જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર ફાઈટરનાં કર્મચારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળ પર દોડી આવ્યા અને શ્રમિકોને બહાર કાઢી તેમને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન હાજર તબીબ દ્વારા ત્રણ શ્રમિકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે મજૂરોને પણ તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવતા તે હાલમાં સારવાર હેઠળ રહેલા છે.
ઘટનાને લઈને પેપર મિલનાં ડિરેક્ટર જય પ્રકાશ મહેશ્વરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પેપર મિલમાં ગુંગળામણનાં લીધે મોત નિપજ્યાની જાણ થતા હું તાત્કાલીક મિલ ખાતે દોડી આવ્યો હતો. તેમજ અમારી પાસે ઓક્સિજન ટેન્ક રહેલી હતી. તેને લઈને શ્રમિકો નીચે ઉતર્યા હતા. પરંતું શ્રમિકોને તે ટેન્ક ચાલુ કરતા ન આવડતા ઉપયોગ કરી શક્યા નહોતા.