ગુજરાત કોંગ્રેસ ને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. કેમ કે, સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી PIL હાઈકોર્ટ દ્વારા નકારવામાં આવી છે. અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટ દ્વારા ઈન્કાર કરાયો છે. તેની સાથે જ આ વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરવામાં આવી છે. અરજીમાં મતદારો મતદાન ની વંચિત રખાયા નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
મહત્વની વાત એ છે કે, સુરતથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી ના ફોર્મમાં ટેકેદારો ની સહી મિસમેચ થતા અને ટેકેદારો રહસ્યમય રીતે ગુમ થતા ફોર્મ રદ થઈ ગયું હતું. ત્યાર બાદ અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પરત ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોર્ટમાં અરજી કરાઈ હતી. તેને કોર્ટ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરત ભાજપા ના ઉમેદવાર બિનહરીફ જાહેર થવા અંગેની જાહેરહિતની અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. કોર્ટ દ્વારા જાહેર હિતની અરજી સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. સુરતના અરજદાર ભાવેશ પટેલે જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરતમાં મતદારોને નકારાત્મક મતનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. મતદારોને નોટાના અધિકારી થી વંચિત રાખવામાં આવ્યા છે. તેના લીધે અરજદાર દ્વારા ભાજપના ઉમેદવાર ને બિન હરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવા માંગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ જાહેર કરવી દેવા ના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ બાબતમાં જણાવવામાં આવ્યું છે કે, બિનહરીફ જાહેર થયેલ ઉમેદવાર ને પણ મતગણતરી ની પ્રક્રિયા મારફતે ચૂંટાયેલા ઉમેદવાર સમાન જ ગણવામાં આવે છે. આ અરજી જાહેર હિતની અરજીના નિયમો માં નથી આવતી. હાઈકોર્ટ દ્વારા અરજદાર ને ટકોર કરવામાં આવી છે કે, તેના માટે ઇલેક્શન પિટિશન દાખલ કરો. તેને પીઆઈએલ તરીકે સ્વીકારવામાં આવશે નહીં,.