GujaratAhmedabad

ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં છ બાળકને ભરખી ગયો

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ચાંદીપુરા વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. એવામાં આ વાયરસે વધુ એક બાળકનો જીવ લીધો છે. અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ના લીધે વધુ એક બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વાયરસના લીધે બે બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે.

તમને જણાવી દઈએ કે, અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી વધુ એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. અરવલ્લી ના મેઘરજમાં બે દિવસ અગાઉ હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકનું મૃત્યુ નીપજ્યું છે. અત્યાર સુધી આઠ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા ના લક્ષણો સામે આવ્યા છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી છ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ નીપજ્યા છે. હાલમાં ચાંદીપુરા વાયરસ ની અસર બાદ બે બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ રહેલા છે. ચાંદીપુરા ના તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવનાર બાળકો ના રિપોર્ટ પુણે મોકલી દેવામાં આવ્યા છે.

તેની સાથે ચાંદીપુરા વાયરસ ની વાત કરીએ તો આ વાયરસના કેસોમાં દર્દીઓ ને તાવ આવે, ઉલટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો જોવા મળે છે. પ્રાથમિક તબક્કામાં આ રોગની ઓળખ કરવી ઘણી મુશ્કેલ છે. જ્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં દેખાય છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ રહેલ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર પ્રાપ્ત થવી જોઈએ.

જ્યારે ચાંદીપુરા વાયરસ આરએનએ વાયરસ રહેલ છે. માદા ફ્લેબોટોમાઈન ફ્લાય થી આ વાયરસ ફેલાઈ છે. મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર રહેલ છે. તેનો મૃત્યુદર પણ સૌથી વધુ રહેલ છે.