ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ગુજરાત ATS હાથે ઝડપાઈ, જાણો ક્યા છુપાઈ હતી….
કચ્છની બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કચ્છ પોલીસને થાપ આપી ને ફરાર થઇ ગયેલી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ને ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવી છે. કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરી ને સુરેન્દ્રનગર ના લીંબડી પાસેથી ઝડપી પાડવામાં આવી છે. જ્યાં તે બુટલેગર યુવરાજસિંહ જાડેજા ના સાસરિયાના ઘરમાં છુપાયેલી હતી. ગુજરાત ATS દ્વારા નીતા ચૌધરી ને કચ્છ પોલીસને સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસની આરોપી સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી ને 10 જુલાઈના ફરાર થઈ ગઈ હતી. નીતા ચૌધરી ના જામીન રદ્દ થતા પોલીસ તેને પકડવા માટે આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી ત્યારે ઘરની બહાર તાળું લટકતું જોવા મળ્યું હતું. ત્યાર બાદ ભચાઉ સ્થિત તેના બીજા ઘરે અને પછી તેના પતિ પાસે તેમજ મૂળ વતન પાલનપુરમાં પણ ન મળતા પૂર્વ કચ્છ પોલીસ ને પરત આવવું પડ્યું હતું. પોલીસની સમગ્ર કાર્યવાહી ના લીધે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.
તેની સાથે જણાવી દઈએ કે, કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજા દ્વારા થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવનાર મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરાઈ હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગર દ્વારા જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે સમયે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તે જ કારમાં રહેલા હતા.
ત્યાર બાદ બંને ને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. ભચાઉ સ્ટેશન કોર્ટ દ્વારા નીતા ચૌધરી ને નીચલી કોર્ટ દ્વારા આપેલ જામીન રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જામીન રદ્દ થતાં પોલીસ તેને પકડવા જતા નીતા ચૌધરી નાસી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ પોલીસ કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઈ જવાના ભયથી મહિલા પોલીસકર્મી અને બુટલેગર દ્વારા પોતાની કાર સ્થાનિક પોલીસ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા બન્ને ને ઝડપી પાડ્યા અને કારની તપાસ કરી તો તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ અને બીયરના કેન મળી આવ્યા હતા. જ્યારે આ મામલામાં પોલીસે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તેની સાથે પોલીસકર્મી નીતા ચૌધરીની વાત કરીએ તો તે અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચુક્યા છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬ થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ કારમાં રહેલા હતા. જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા છે.