પરિવારજનો ગમગીન : રાજકોટમાં 10 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટમાં હાર્ટ-એટેકનો મામલો સામે આવ્યો છે. ૨૮ જુલાઈના રોજ 10 વર્ષના બાળકને હાર્ટ-એટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી મુજબ, બાળકને બે દિવસ અગાઉ ઝાડા-ઉલટી થયા હતા. ત્યાર બાદ અચાનક હાર્ટ એટેક આવી જતા બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે બાળક ના મૃત્યુથી પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જાણકારી મુજબ, રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર નજીક રહેનાર અને મજૂરી કામ કરનાર નેમિશભાઈ ધામેચા ના ધોરણ-4 માં અભ્યાસ કરતા પુત્ર પૂર્વાગ ને બે દિવસથી ઝાડા-ઉલટી થયેલ હતા. તે કારણોસર તેમને પાડોશમાં રહેલ ક્લિનિકમાંથી પરિવાર દ્વારા દવા લેવામાં આવી હતી અને ત્યાં તબીબ દ્વારા ઈન્જેકશન આપી સારવાર આપવામાં આવી હતી. જ્યારે ગઇકાલના તે જમવા બેઠેલા હતા તે સમયે ઉલટી થતાં તે બેભાન થઈને અચાનક ઢળી પડ્યો હતો.
ત્યાર બાદ પરિવારજનો દ્વારા 108 ને જાણ કરવામાં આવતા સ્ટાફ દોડી આવ્યો અને તેમના દ્વારા તપાસ કરતા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલાની જાણ 108 સ્ટાફના દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા મૃતદેહ પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. પીએમ રિપોર્ટ ના પ્રાથમિક તારણમાં બાળકને હાર્ટ-એટેક આવ્યા નું સામે આવ્યું હતું.