અમદાવાદ સરખેજ ભારતી આશ્રમનો વિવાદ સામે આવ્યો છે. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાને આશ્રમમાંથી બહાર કાઢ્યા બાદ આ બાબતમાં સતત નવા-નવા ખુલાસા ઓ થઈ રહ્યા છે. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી પર ઘણાં આરોપ લાગ્યા છે. એવા આ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરીને વિશ્વેશ્વરી ભારતી દ્વારા મોટા ખુલાસા ઓ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ભારતી આશ્રમમાં સાધુની મર્યાદા વિરુદ્ધ ના કૃત્યો આશ્રમમાં કરવામાં આવતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો. એવામાં ઋષિ ભારતી ને અપમાન કરવામાં આવતા લંબે નારાયણ આશ્રમમાં સાધુ સંતોની બેઠક યોજવામાં આવી હતી. આ કારણોસર વિશ્વેશ્વરી ભારતી લંબે નારાયણ આશ્રમમાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા રડતાં-રડતાં અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા હતા.
વિશ્વેશ્વરી ભારતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “મારી ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, માતાજી ને એક દીકરી રહેલી છે. જ્યારે તે એકતા છે. તે નાની હતી તેના પપ્પા ગુજરી ગયા છે. તેના મમ્મી દ્વારા બીજા લગ્ન કરવામાં અવ્યા છે. આ એક નિરાધાર બાળક રહેલ છે. તેનું હું ધ્યાન રાખી રહી છું. મેં કોઈ ખરાબ કાર્ય જીવનમાં કરેલ નથી. તેમજ ગુરુજી પણ મારા માટે પિતા સમાન રહેલ છે. કપડાંનો જે વિવાદ ઉભો થયો છે તે મારા જ કપડા છે. કારણ કે હું એક લેડીઝ છું તો મારે કપડા ની જરૂરીયાત પડે છે. મેં અત્યારે પણ આના અંદર લેગીઝ પહેરી છે અને કપડા પણ પહેરેલા છે.”
તેમના દ્વારા આ બાબતમાં વધુમાં જણાવવામાં આવેલ છે કે, “હું સાધ્વી થઈ છું તો આશ્રમમાં મારો રૂમ ના હોય તો બીજે ક્યાં હોય? જે રમકડાની વાત છે તેનો હું સ્વીકારું છે કે તે અમારી એકતાના રહેલ છે. અમારા ભક્તો દ્વારા ગિફ્ટમાં આપવામાં આવી છે. હું કોઈ ખરાબ કામ કરતી નથી. પ્રોપર્ટીનો વિવાદ અલગ રહેલો છે. હરિહરાનંદ બાપુ મારા બાપ રહેલ છે. બાપ ઉઠીને દીકરી ઉપર આવા આરોપ લગાવે તે કેટલું યોગ્ય કહેવાય. એ રૂમ મારો જ રહેલ છે. ઋષિભારતીનો રહેલ નથી.”
જ્યારે ઋષિ ભારતી બાપુ દ્વારા આ સમગ્ર મામલે નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે. ‘‘હરિહરાનંદ બાપુએ શા માટે જૂનાગઢના ભારતી બાપુ આશ્રમ માટે વિવાદ ઉભો કર્યો નથી? કેમ સરખેજ આશ્રમમાં જ બાપુને ઈચ્છા છે? હવે તો એમ પણ જણાવે છે કે, લંબે નારાયણ આશ્રમ પણ મારો છે. એટલે બધું જ એમને પોતાને નામ કરી નાખવું છે. જ્યારે બધા જ મુદ્દે વકીલો, સેવકો, સંતોની હાજરીમાં લેખિતમાં નોટરી કરવામાં આવી છે. ત્રણ વખત હું સમાધાન કરવા માટે ગયો હતો. આ આશ્રમ પાછળ અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. જ્ઞાતિના મુદ્દાને લઈને વિવાદ ઊભા થયા છે. સંતોમાં પણ જ્ઞાતિનો મુદ્દો ઉભો કરીને આગળ આવવું તે ખોટું છે.’’