GujaratAhmedabad

ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવાને કર્યા શારીરિક અડપલા, પોલીસે મુંબઈ જતી ટ્રેનમાંથી આરોપીને દબોચ્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, આ જિલ્લાના ઉમરગામના વોર્ડ નંબર સાતના દેવધામ વિસ્તારમાં રહેનાર પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે  મુસ્લિમ યુવક દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ યુવાન બાળકીના પિતા સાથે જ કામ કરી રહ્યો હતો અને યુવાન દ્વારા આ તકની લાભ લઈને બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હતા. આ કૃત્ય બાદ યુવાન ત્યાંથી નાસી ગયો હતો. તેમ છતાં બાળકી દ્વારા રડતા-રડતા આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનો કરવામાં આવી હતી. પરિવારજનો ત્યાર બાદ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ આ મામલામાં તપાસ કરતા પોલીસને જાણકારી મળી હતી કે, આ યુવાન મુંબઈ ભાગી જવાની તૈયારીમાં રહેલો છે. પરંતુ તે ભાગે પહેલા જ પોલીસ દ્વારા મુંબઈ જતી ટ્રેનમાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટનાની જાણકારી સમગ્ર વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદ લોકોમાં આક્રોશનો માહોલ ઉભો થયો હતો. ત્યાર બાદ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ગાંધી વાડીના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનોમાં તોડ઼ફોડ઼ કરવામાં આવી હતી અને ક્યાંક આગ પણ લગાવી દીધી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ લોકોના ટોળા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશનની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું.

તેના પછી પોલીસની સમજાવટ બાદ પણ પરિસ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હતી.  ત્યાર બાદ ટોળા દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવતા મોડી રાત્રી સુધીમાં તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ઉમરગામ પાલિકા વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું.