GujaratSouth GujaratSurat

સુરતમાં ઘટી દર્દનાક ઘટના : નવમા માળેથી મહિલા પટકાતા કરૂણ મોત

સુરતથી એક દર્દનાક ઘટના સામે આવી છે. સુરતમાં ઘરમાં સફાઈ કામ કરતા સમયે મહિલા નવમાં માળેથી નીચે પડતા મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે. તેના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પાર્લે પોઈન્ટ માં આવેલ સીટી ક્રાઉન એપાર્ટમેન્ટમાં રહેનાર 26 વર્ષીય આદિતીબેન પલ્લવભાઇ ચોખાવાલા પોતાના ઘરમાં સફાઈ કામ કરતા દરમિયાન નવમાં માળેથી નીચે પટકાયા હતા. તેના લીધે તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યાર બાદ આદિતીબેન પલ્લવભાઈને તેમના પતિ દ્વારા 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેના લીધે પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

આ પણ વાંચો: હવામાન વિભાગે આ રાજ્યોમાં માવઠાની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધશે

મહત્વની વાત એ છે કે, આદિતીબેનની વાત કરીએ તો તે ઘરની સફાઈ કરી રહ્યા હતા. એવામાં ગ્રીલની સફાઈ કરતા સમયે તેમનો પગ લપસી ગયો અને તે નવમાં માળેથી બારીમાંથી નીચે પટકાઈ ગયા હતા. આ બાબતમાં પુત્રી દ્વારા તેના પિતાને કોલ કરીને જાણ કરવામાં આવતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને પત્નીને તાત્કાલિકપણે હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા એટ. તેમ છતાં તેમનું મુત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આદિતીબેનના પતિ પલ્લવભાઈની વાત કરીએ તે યાર્નના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી રહેલ છે. આ બાબતમા ઉમરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: મુસ્લિમ યુવતીના મોતને લઈને પ્રેમી અને પિતા આવ્યા આમને સામને, જાણો શુ છે સમગ્ર મામલો