ગોધરામાં ગુજરાતીશાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થિની ગંભીર રીતે દાઝી, શાળા સંચાલકોએ જણાવ્યું આ કારણ…
ગોધરા શહેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરામાં પટેલવાળા ખાતે આવેલી કાજીવાડા ગુજરાતી મિશ્ર સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીની અચાનક લાગેલી આગની ઝપેટમાં આવી જતા દાઝી ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ તાત્કાલિક ગોધરા સિવિલ લાયન્સ રોડ પર આવેલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે શાળા સંચાલકો દ્વારા તેને લઈને નિવેદન પણ આપવામાં આવ્યું છે.
ઘટનાને લઈને શાળા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બપોરના સમયે વિદ્યાર્થીઓ મસ્તીમાં સેનેટાઇઝરની બોટલ જમીન ઉપર ઢોળાઈ ગઈ હતી. એવામાં કોઈક દ્વારા દીવાસળી સળગાવી દેતા અચાનક આગ ફાટી નીકળી હતી. તેના લીધે આગની ઝપેટમાં વિદ્યાર્થીની આવી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણકારી મળતા વિદ્યાર્થીનીના પરિવારજનોને થતા તે તાત્કાલિક હોસ્પિટલ આવી ગયા હતા. તેમ છતાં આ ઘટના કઈ રીતે તેને લઈને કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, ગોધરા શહેરના પટેલવાળા આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીની બપોરના ચાર વાગ્યાના સમયગાળામાં અચાનક લાગેલી આગની ઝપેટમાં આવી જતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યાર બાદ તેના પરિવારજનો અને સાથે રહેનાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવી હતી.
આ ઘટનાને લઈને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ બાબતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીની કેવી રીતે દાજી તે વિદ્યાર્થીની હોશમાં આવ્યા બાદ વધુ જાણકારી મળશે. સમગ્ર ઘટનાની સ્થળ તપાસ કરી રિપોર્ટ કરાશે.