પંચમહાલના ગોલ્લાવ ગામ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, પાંચ લોકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે ઇકો કાર અને ટેન્કર નો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
જાણકારી મુજબ, ગોધરા ના ગોલ્લાવ ગામ નજીક ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં ચાર લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તમને જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામમાં ITI ની પાસે ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે ઇકો કારમાં સવાર સાતેય લોકો છોટાઉદેપુરના હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.