GujaratAhmedabad

અમદાવાદના વાડજમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ક્રૂરતાની હદ વટાવી, પ્રેમિકા સાથે કર્યું એવું કે…..

ગુજરાતમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે એક તરફી પ્રેમમાં પાગલ એક ૪૦ વર્ષીય યુવક દ્વારા ૧૭ વર્ષની સગીરાના ગળું કાપ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં જાણકારી મળી છે કે, આ યુવક સગીરા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરતું સગીરા દ્વારા તેના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. તેના લીધે આ યુવક દ્વારા સગીરાની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાડજ પોલીસ દ્વારા એક તરફી પ્રેમમાં યુવાન ધરપકડ કરી લેવામાં આવી છે.

આ મામલા આરોપી ભરત બોડાણ દ્વારા એક તરફી પ્રેમમાં પાગલ સગીરાનું છરીથી ગળું કાપીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, સગીરા અને તેનો પરિવાર 4 વર્ષ અગાઉ વાડજ વિસ્તારમાં રહેવા માટે આવ્યો હતો. એવામાં અપરણિત આરોપી ભરતની નજર સગીરા પર પડી ગઈ હતી અને તે એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. બે વર્ષ અગાઉ સગીરાને લગ્ન માટે પ્રસ્તાવ પણ મુક્યો હતો. પરંતુ સગીરા દ્વારા તેનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. તે સમયે સગીરાના પિતાનું અવસાન થતા આરોપી ભરતે પિતા વગરની દીકરીને પામવા માટે ફરી એક વખત હેરાન કરવાનું શરુ કરી દીધું હતું અને લગ્નની પરવાનગી સગીરાની માતા પાસે તે  પહોંચી ગયો હતો.

તેની સાથે આરોપી અને સગીરા વચ્ચે 23 વર્ષની ઉમરનો ફરક રહેલો હતો. તે કારણોસર તેની માતા દ્વારા લગ્ન કરવાની ના પાડવામાં આવી હતી. તેના લીધે આરોપી ભરતે સગીરા સાથે લગ્ન નહિ થતા તેની હત્યા કરવાનું વિચારી લીધું હતું. એવામાં સગીરા ગત સાંજના શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી તે સમયે આરોપી છરી લઈ તેનો પીછો કર્યો અને તેના ગળાના ભાગના હુમલો કરી દીધો હતો. આ ધટનાથી સમગ્ર પરિવાર ભયભીત થઈ ગયો હતો. પરિવાજનો દ્વારા પાગલ પ્રેમીને સજા મળે તેવી માંગ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, પકડાયેલ આરોપી ભરત છેલ્લા બે વર્ષથી સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. જ્યારે સગીરાએ પોતાના પરિવારને ભરતના કરતુતની જાણ પણ કરી હતી અને બન્ને પરિવાર વચ્ચે તેને લઈને ઝઘડો પણ થયો હતો. એક તરફી પ્રેમમાં પાગલ થયેલા ભરત દ્વારા સગીરાને પામવા માટે તમામ હદ પાર કરવામાં આવી હતી. એવામાં ભરત છેલ્લા એક મહિનાથી સગીરાનો પીછો પણ કરી રહ્યો હતો. તેના લીધે સગીરા પણ ભયભીત પણ રહેતી હતી. ફરીથી ઝઘડો ના થાય તેના માટે સગીરા દ્વારા પરિવારજનો જાણ કરવામાં આવી નહોતી. તેના લીધે આરોપી ભરતની હિંમત વધી ગઈ હતી અને તે સગીરાને આત્મહત્યા કરવાની કે તેની હત્યાની ધમકી આપવા લાગ્યો હતો. પરંતુ સગીરા દ્વારા તેના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો નહીં તો આરોપીએ તેની હત્યા કરવાના ઈરાદા છરી વડે તેના પર હુમલો કરી દીધો હતો.

વાડજ પોલીસની તપાસમાં જાણકારી સામે આવી છે કે, આરોપી ભરતની અપરણિત યુવક છે અને છૂટક મજૂરી કરવાની સાથે દારૂના નશાની પણ તેને ટેવ રહેલી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.