GujaratMadhya Gujarat

કુતિયાણાના માલ ગામે કાર ડિવાઈડર સાથે ટકરાતા સર્જાયો અકસ્માત, એક બાળકનું મોત, છ લોકોને ઈજા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. એવામાં આજે પોરબંદરથી આવી જ એક ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદર જિલ્લાના કુતિયાણાના માલ ગામ નજીક એક કાર ડિવાઈડર સાથે ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતમાં ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેની સાથે છ લોકોને ઈજા પહોંચતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, પોરબંદર જિલ્લાના કુતિયાણાના માલ ગામ નજીક આજે એક કાર ડિવાઈડર સાથે ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કારમાં સવાર 10 વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય છ લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં જાણકારી મળી છે આ પરિવાર જૂનાગઢથી પોરબંદર મેળામાંથી આવી રહ્યો હતો તે સમયે કારનો અકસ્માત થયો હતો.

તેની સાથે જણાવી દઈએ કે, પોરબંદરમાં દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરાય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ પોરબંદર લોકમેળો પ્રખ્યાત રહેલો છે. એવામાં લોકમેળાની મજા માણવા રાજ્યભરમાં અનેક લોકો આવતા રહે છે. જ્યારે ચોપાટીમાં સમુદ્ર કિનારે 25 થી 29 ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવે છે.