GujaratMadhya Gujarat

IPS બનવાના સપનાની સાથે સાથે 12 વર્ષનો બાળકલાકાર સાહિત્ય અને સંગીત ક્ષેત્રમાં પણ આગળ વધવા માંગે છે

આણંદ જિલ્લાના ખંભાત તાલુકા ખાતે આવેલા ગોલાણા નામના ગામમાં રહેતા 12 વર્ષની જમમરના ધ્રુવરાજસિંહ નરેન્દ્રસિંહ ગઢવીએ લોક સાહિત્ય કલાનું જ્ઞાન તેના પિતા નરેન્દ્રસિંહ ગઢવી પાસેથી પ્રાપ્ત કર્યું છે. શ્લોક, દુહા તેમજ છંદ જેવી અનેક વસ્તુ આ 12 વર્ષનો છોકરો ગાય છે. નરેન્દ્રસિંહ ગઢવીના પિતા પણ સાહિત્ય જગતના કંજૂ9 જ મોટા કલાકાર છે. અને તેઓ પણ ડાયરાના કાર્યક્રમો કરતા રહે છે.

ધ્રુવરાજ ગઢવી જણાવે છે કે, તેઓ આગળ અભ્યાસ કરીને IPS બનવા માંગે છે. અને સાથોસાથ તેઓ તેમની આ કલાને પણ આગળ લઈ જવા માંગે છું. હાલ ધ્રુવરાજસિંહને તેના માતા પિતા બંને જણા ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે. તેમણે કહ્યું કે માતા પિતાને કારણે જ આજે સાહિત્ય કલાનું આટલું જ્ઞાન મેળવી રહ્યો છું. તેઓ આગામી સમયમાં માતાજીના કેટલાક આલ્બમ સોંગ પણ રજૂ કરવા જઈ રહ્યા છું.

તમને જણાવી દઈએ કે, આણંદ જિલ્લાના ગોલાણા નામના ગામમાં વસવાટ કરતા ધ્રુવરાજસિંહ નરેન્દ્રસિંહ ગઢવી જ્યારે માત્ર 3 વર્ષની ઉંમરના હતા ત્યારે જ તેમણે ખંભાત ખાતે થયેલા કિર્તીદાન ગઢવી પ્રોગ્રામમાં પ્રથમ વખત સ્ટેજ પર આપાભાઈ ગઢવીની એક સુંદર રચના સંભળાવી હતી. અને ત્યારથી ધ્રુવરાજ ગઢવીને સાહિત્ય તેમજ સંગીત પ્રત્યે આગળ વધવાની પ્રેરણા મળી હતી. ત્યારપછી તેઓ 12 વર્ષની ઉંમરના થયા ત્યારે તેમણે બરોડા ખાતે વર્લ્ડ ગ્રેટેસ્ટ સંસ્થામાં ભાગ લઈને લઈને દુહા, છંદ ગાઇ ને રેકોર્ડ સ્થાપિત કર્યો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે