અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત, જામનગર ના કલ્પેશભાઈ નું ઓક્સિજન લેવલ ઘટતા મોત
અમરનાથ યાત્રા આ વખતે ગુજરાતીઓ માટે વધી જોખમી બની છે. કેમકે અમરનાથ યાત્રા દરમિયાન આ વખત પાંચથી છ વ્યક્તિના મોત નીપજ્યા છે. એવામાં આજે એવા જ એક સમાચાર સામે આવ્યા છે. જામનગરના કલ્પેશભાઈ ઝવેરીનુ અમરનાથ યાત્રા દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરના કલ્પેશભાઈ ઝવેરીનુ અમરનાથ યાત્રા સમયે મૃત્યુ નીપજ્યું છે. તેમની વાત કરીએ તો તે જામનગર ની વિદ્યોતેજક મંડળ નામની શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવી રહ્યા હતા. જ્કયારે લ્પેશભાઈ ના અમરનાથ યાત્રા દરમિયાન ઓક્સિજન લેવલ ઘટતા તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે તેમના મૃતદેહને અમરનાથ થી જામનગર લવાયો છે,
તમને જણાવી દઈએ કે, કલ્પેશભાઈ ઝવેરી જામનગર શહેરના શેઠ ફળી વિસ્તારમાં રહી રહ્યા હતા અને તેમની અંદાજીત ઉમરે ૫૩ વર્ષ રહેલી હતી. આ સિવાય તે જામનગર ની શૈક્ષણિક સંસ્થા વિદ્યોતેજક મંડળ માં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. એવામાં તે પોતાના મિત્ર મંડળ સાથે થોડા દિવસ પહેલા જામનગરથી અમરનાથની યાત્રાએ ગયેલા હતા. તે સમયે તેમનુ ઓક્સિજન લેવલ ઘટી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
જાણકારી અનુસાર, કલ્પેશભાઈની તબિયત બગડતા તેમને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. એવામાં કલ્પેશભાઈની સારવાર દરમિયાન તબિયત વધુ બગડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના મોતના સમાચારના લીધે તેમનો પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.