પતંગ હોટલ (Patang Hotel) એ આધુનિક અમદાવાદ શહેરની ઓળખ છે એવું તમે સાંભળ્યું હશે. અમદાવાદ (Ahmedabad)માં નહેરુબ્રિજના પશ્ચિમ છેડે આવેલી પતંગ હોટલ 1983માં શરૂ કરાઇ હતી. જો કે 2019 બાદ પતંગ હોટેલમાં રિનોવેશન કામ ચાલતું હતું જેથી હોટેલ બંધ હતી. તાજેતરમાં જ દશેરા નિમિત્તે નવા રંગ રૂપ સાથે હોટેલનું ફરી ઉદ્દઘાટન કરાયું હતું ત્યારથી જ અમદાવાદીઓ ફરી પતંગ હોટેલ ની વાતો કરતા થયા હતા.
નવી ખાસિયતો સાથે શરૂ થયેલ આ હોટલના ભોજનના ભાવ પણ એવા છે. નવા ભાવપત્રક મુજબ ગ્રાહકોએ સવારના ભોજન માટે ₹1299 અને સાંજના ભોજન માટે ₹1499 ચૂકવવાના રહેશે. આકાશમાં ફરતી આ હોટેલમાં જમવાનું દરેક લોકોનું સપનું હોય છે પણ હવે ત્યાં જમવા ગયેલા ગ્રાહકોના ખરાબ અનુભવો સામે આવી રહ્યા છે એ જોતાં તમે પણ કહેશો કે “નામ બડે દર્શન છોટે”.
અમદાવાદના ફૂડ વ્લોગર ઊર્મિલ પટેલે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ Foodie_bhuro પર પોતાનો અનુભવ શેર કર્યો છે.આ વિડીયો 8 લાખથી પણ વધુ લોકોએ જોયો છે અને 60,000 થી વધુ લોકોએ શેર કર્યો છે. હોટેલમાં લંચ માટે ગયેલા ઊર્મિલ પટેલ જણાવે છે કે, પતંગ હોટેલ પરથી રિવરફ્રન્ટ નો નજારો જોવા મળશે પરંતુ ભોજન વિશે તેમણે કહ્યું કે જો તમે ગુજરાતી હોવ તો આ જગ્યા તમારા માટે નથી. અહિયાં તમને સહેજ પણ ગુજરાતી ટેસ્ટ નહિ મળે. ઊર્મિલ પટેલ ના આ વિડિયોમાં અન્ય લોકોએ પણ કમેન્ટ કરીને પોતાના ખરાબ અનુભવો શેર કર્યા છે.જુઓ,
મેહુલ બ્રહ્મભટ્ટ નામના યુઝર કહે છે, આ હોટેલમાં ન જવું જોઈએ.
શેફ જીલ ભાવસાર નામના યુઝર કહે છે કે, આ હોટેલમાં ન જવાય. તેમના જીવનનો પહેલો ખરાબ અનુભવ રહ્યો.
એક યુઝર કહે છે કે, “આવું થોડી ચાલે. કાઠીયાવાડી/ગુજરાતી હોવું જોઈએ”
નિશા પાંચાણી નામના યુઝરે ખરાબ અનુભવ શેર કરતા કહ્યું કે, થર્ડ ક્લાસ હોટેલ છે. કોઈ જતાં નહિ. નાના બાળક માટે જૈન દાળ ભાત પણ નથી આપતા અને ભાવ છે 1650 રૂપિયા/વ્યક્તિ.
જીગ્નેશ પટેલ નામના યુઝરે કહ્યું કે, મારો પણ ખરાબ અનુભવ રહ્યો.
એક યુઝરે તો લખ્યું કે, મારા 1500 રૂપિયા બચાવવા માટે આભાર..
વિડીયો જુઓ..
- ડિસેમ્બરમાં આ 4 ગ્રહો બદલશે પોતાની ચાલ, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ
- રાહુના નક્ષત્ર પરિવર્તનની આ રાશિઓ પર ભારે અસર પડશે, સમજી વિચારીને નિર્ણય લો, જાણો રાશિફળ
- આ કારણે પણ હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે, ડોક્ટર પાસેથી જાણો કેવી રીતે બચી શકાય
- પૌત્રના અંતિમ સંસ્કારમાં દાદા ડાન્સકરવા લાગ્યા, વાયરલ વીડિયો જોઈને લોકોએ કહ્યું કે..
- US election : અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા પર ડોનાલ્ડ ટ્રમ્પને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા , જાણો શું લખ્યું