GujaratJamnagarSaurashtra

જામનગરમાં ધોળા દિવસે બેંક કર્મચારીએ પિતા-પુત્ર પર કર્યો જીવલેણ હુમલો, પિતાનું મોત; પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના ફલ્લા ગામ થી હત્યાની ઘટના સામે આવી છે. ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી દ્વારા બેંક સંકુલમાં કોઈ કારણોસર પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પિતાનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફલ્લા ગામ ની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખા પર આજે ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેંટિયા અને તેમના પુત્ર મિલન ઘેંટિયા આવેલા હતા. એવામાં બેંકમાં ફરજ બજાવનાર ધવલ પટેલ દ્વારા કોઈ કારણોસર છરી વડે પિતા-પુત્ર પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેના લીધે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ગોવિંદભાઈ નું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે મિલન પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.

જ્યારે ઘટનાની જાણકારી મળતા જ જામનગર ની એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોઢા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તેમના દ્વારા આરોપીની શોધખોળ કરી તપાસ હાથ ધરી છે. ઘટના ના લીધે બેંક પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી અનુસાર, મૃતક ગોવિંદભાઈના પુત્રવધૂની વાત કરીએ તો તે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ફરજ પર રહેલા છે. તેની સાથે જ આરોપી ધવલ પટેલ પણ ત્યાં જ નોકરી કરે છે. આરોપી સાથે મૃતકના પુત્રવધૂની કોઈ માથાકૂટ થઈ હોવાના લીધે ગોવિંદભાઈ અને તેમના પુત્ર બેંક પર આવી ગયા હતા. તે સમયે કોઈ બાબતમાં બોલાચાલી ઉગ્ર બનતા આ મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: આવા સસરા તો નસીબદારને જ મળે, વહુની કિડની ફેલ થઈ જતા સસરાએ આપી કિડની

આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં થતા માર્ગ અકસ્માત અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેકટ