GujaratMadhya Gujarat

ભૂજમાં મુખ્યમંત્રીના ચાલું સંબોધનમાં ચીફ ઓફિસરને ઊંઘવું પડ્યું ભારે, વિડીયો વાયરલ થતા કરવામાં આવ્યા સસ્પેન્ડ

ભૂજના ચીફ ઓફિસરના સીએમના કાર્યક્રમમાં ઊંઘવું ભારે પડ્યું છે. મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં ઊંઘી જતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભૂજ નગરપાલિકામાં છેલ્લા 14 મહિનાથી ચીફ ઓફિસર તરીકેની ફરજ પર રહેલા જીગર પટેલ ગઈકાલના ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમમાં ઊંઘી ગયા હતા. તેના લીધે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ભૂકંપના બે દાયકા બાદ પ્રોપર્ટી કાર્ડ વિતરણ બાબતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાજપ સરકારના વિકાસ કાર્યોને લાઈનર પ્રવચન આપવામાં આવી રહ્યું હતું. તે સમયે આ આયોજનમાં હાજર રહેલ ભૂજના ચીફ ઓફિસર જીગર પટેલ આ બધાથી અજાણ અને શાંતિથી ઊંઘતા જોવા મળી ગયા હતા. તેની સાથે આ ઘટનાનો વીડિયો પણ આગની જેમ વાયરલ થઈ ગયો હતો. એવામાં હવે ગેરશિસ્ત અને ફરજમાં ક્ષતિના પગલે ભૂજના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે કમોસમી વરસાદનો કહેર

પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2001 ભયાનક ભૂકંપ આવ્યો હતો. તે સમયે ઘરબાર ગુમાવનાર ભૂંકપગ્રસ્તોને સરકારની પુનર્વસન યોજના હેઠળ ધાર્મિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગના આધારે મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી માલિકીનો હક્ક આ લોકો મળ્યો નહોતો. આ કારણોસર સરકાર દ્વારા આ પ્રકારના લાભાર્થીઓને મકાનનો સ્વતંત્ર હક્ક મળી રહે તે માટે ભૂજ શહેરના ટાઉનહોલ ખાતે સનદ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એવામાં આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા પ્રવચન આપવામાં આવી રહ્યું હતું તે સમયે બેઠેલા ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા દેખાયા હતા. એવામાં તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયો હતો. તે કારણોસર તેમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gajlaxmi Rajyog : ગુરુ ગોચરથી મેષ રાશિમાં બન્યો ગજલક્ષ્મી રાજયોગ, બદલાશે આ લોકોનું ભાગ્ય