GujaratAhmedabad

ભાજપના કેન્દ્રીય મંત્રી પુરશોતમ રૂપાલાએ રાજકોટમાં ઉમેદવાર બદલવાની ચર્ચાને લઈને આપ્યું મોટું નિવેદન

ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં ફસાયેલા ભાજપના રાજકોટથી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરશોતમ રૂપાલા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા દિલ્હીમાંથી આવેલ તેડું મામલે મહત્વની જાણકારી આપી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું કેન્દ્ર સરકારના કામકારણોસર દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં રહેવાનો છુ. તેમ છતાં તેમનો આ દાવો ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ક્ષત્રિય સમાજ મને માફ કરી દેશે.

પુરશોતમ  રૂપાલા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક સમાજને વિરોધ કરવાનો અધિકાર રહેલ છે. તેમને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર રહેલો છે. પુરશોત્તમ રૂપાલા દ્વારા વધુમાં જણાવ્યું છે કે, મોહન કુંડારિયા ઉમેદવાર તરીકે નહીં પરંતુ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે. મને દિલ્હીથી કોઈ દ્વારા બોલાવવામાં આવ્યો નથી પરંતુ હું કેન્દ્ર સરકારના કામથી આગામી 3 અને 4 એપ્રિલના ત્યાં જઈ રહ્યો છુ.

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પુરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઇને આપવામાં આવેલ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવામાં રાજકોટમાં પુરશોતમ રૂપાલાને બદલવાની ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને તેમના સ્થાને મોહન કુંડારિયાને ફરી ટિકિટ આપવામાં આવી તેવી શક્યતા છે. ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાએ રૂપાલાનો પણ વિરોધ કરાઈ રહ્યો છે.

નોંધનીય છે કે, પુરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત રહેલ છે. શુક્રવારના જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રૂપાલા દ્વારા જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માંગવામાં આવી હતી. કરણી સેના સહિતના સંગઠનો દ્વારા રૂપાલાની માફીને સ્વીકારી આવી નહોતી. ક્ષત્રિય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજા કહેવામાં આવ્યું કે, આ વિવાદ હવે પૂર્ણ થયેલ છે.