GujaratAhmedabad

જૂની પેન્શન યોજનાને લઈને બંધ? કર્મચારીમંડળ પ્રમુખ દિગ્વિજયસિંહની મોટી જાહેરાત

કેન્દ્રની મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની પેન્શન યોજનાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પેન્શન યોજનામાં સુધારાની માંગને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં જૂની પેન્શન યોજનાને લઇ લડત ચાલું રાખવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘ તથા કર્મચારી મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ દ્વારા આ બાબતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે.

આ બાબતમાં કર્મચારી મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2005 પહેલાની ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના માટે લડત ચાલુ રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યોજના નો કેટલીક ત્રુટિ રહેલ છે તેને દૂર કરવા રજૂઆત કરવામાં આવશે. વધુમાં તેમને જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી યુપીએસ સ્કીમને આવકાર પરંતુ કર્મચારીને નુકસાન પહોંચેલ છે.

તેની સાથે યુનિફાઇડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે. એટલે કે આઠ મહિના બાદ આ યોજના ને લાગુ કરવામાં આવશે. જ્યારે યુનિફાઇડ પેન્શન સ્કીમ લોન્ચ થતાં જ તેનો 23 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળવાનો છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ જો કોઈ કર્મચારી દ્વારા ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કર્યું હશે તો નિવૃત્તિ પહેલા નોકરીના છેલ્લા 12 મહિનાના મૂળ પગાર ના 50 ટકા પેન્શન તરીકે અપાશે. જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ ના સમય સુધી મળેલા પેન્શન ના 60 ટકા પ્રાપ્ત થશે. જ્યારે જો કોઈ વ્યક્તિ 10 વર્ષ પછી નોકરી છોડી દે છે તો તેને પણ 10,000 રૂપિયા સુધીનું પેન્શન પ્રાપ્ત થશે.