IndiaInternational

ગર્લફ્રેન્ડના ચક્કરમાં એર ઈન્ડિયાના પાયલોટે વિમાનમાં કર્યું કાંડ, DGCAએ ફટકાર્યો 30 લાખનો દંડ

એર ઈન્ડિયા વિવાદોમાંથી છુટકારો મેળવે તેમ લાગતું નથી. ક્યારેક પેશાબનો મામલો તો ક્યારેક યાત્રીઓ સાથેની દુર્વ્યવહારે એર ઈન્ડિયાના મેનેજમેન્ટને ખૂબ ગંદું કરી દીધું છે. પરંતુ આ દરમિયાન આ વર્ષે ફેબ્રુઆરીમાં, એર ઈન્ડિયાના પાયલટે ફરી એકવાર તેની ગર્લફ્રેન્ડના ચક્કરમાં કંપનીને બદનામ કરી દીધી. એર ઈન્ડિયાના પાયલટે તેની ગર્લફ્રેન્ડને કોકપિટમાં આમંત્રણ આપ્યું હતું, જેને ડીજીસીએએ મુસાફરોની સુરક્ષામાં મોટી ભૂલ ગણાવી છે. અને એર ઈન્ડિયા પર 30 લાખનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉડ્ડયન નિયમનકાર DGCAએ શુક્રવારે એર ઈન્ડિયા પર આ વર્ષે 27 ફેબ્રુઆરીએ એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કેસમાં સલામતી સંબંધિત મુદ્દાને અસરકારક રીતે સંબોધિત ન કરવા બદલ 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ફરિયાદ મુજબ એર ઈન્ડિયાની આ ફ્લાઈટના પાયલટે તેની મહિલા મિત્રને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. ચાર મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાને બેદરકારી બદલ દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભુપ્રેન્દ્ર પટેલે કર્યું એવું કામ કે તેમના ચારોતરફ થઈ રહ્યા છે વખાણ

આ પણ વાંચો: 25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આ ઘટના બાદથી કંપનીના અધિકારીઓ સતત દાવો કરી રહ્યા છે કે આ ઘટના દુબઈ-દિલ્હી ફ્લાઈટમાં બની હતી કારણ કે ફ્લાઈટ નંબરને લઈને થોડી મૂંઝવણ હતી. વાસ્તવમાં આ ઘટના દિલ્હી-દુબઈ ફ્લાઈટમાં બની હતી. દંડ ફટકારતી વખતે, DGCA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ તાત્કાલિક અને યોગ્ય પગલાં લીધાં નથી. જોકે એરલાઈને આ દાવાને ફગાવી દીધો હતો. આ મામલામાં ડીજીસીએએ ફ્લાઈટના પાઈલટનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે અને કો-પાઈલટને ચેતવણી આપી છે.

ઉડ્ડયન નિયમનકારે એર ઈન્ડિયાને ફરજ પરના કર્મચારીઓ/મુસાફર સામે વહીવટી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમાં કર્મચારીઓને ચોક્કસ સમયગાળા માટે સંસ્થામાં મેનેજમેન્ટ સંબંધિત પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો પણ સમાવેશ થાય છે. એક નિવેદનમાં, DGCA એ જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરીએ દિલ્હીથી દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-915 દરમિયાન, પાઈલટ-ઈન્ચાર્જે વિમાનમાં સવાર એક SODને પેસેન્જર તરીકે કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ને ઈન-ફ્લાઇટ ક્રૂના સભ્ય દ્વારા જાણ કરવામાં આવી હતી. જો કે, સુરક્ષા સંવેદનશીલ બાબત હોવા છતાં કંપનીએ તાત્કાલિક પગલાં લીધાં નથી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે