AhmedabadBjpGujaratPolitics

ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું એવું કામ કે તેમના ચારોતરફ થઈ રહ્યા છે વખાણ

ગુજરાતના સીએમ ભુપ્રેન્દ્ર પટેલને લઈને ચારોતરફ ચર્ચાઓ થઈ રહી છે. કેમ કે તેમને એવું કામ કર્યું છે જેને જાણીને તમે પણ તેમના વખાણ કરવા લાગશો. આપણે બધા જાણીએ જ છીએ તેમના દ્વારા દીકરાને બ્રેઈન સ્ટોક આવતા હાલમાં તે સારવાર હેઠળ રહેલા છે. જ્યારે સીએમે દીકરાની સારવાર માટે થયેલો તમામ ખર્ચ પોતાના પર ઉપાડી લીધો છે. કેમકે તેમને સરકારી એરક્રાફ્ટનો ફાયદો ન લેવાની સાથે ડોમેસ્ટિક ફ્લાઈટમાં સફર કરી હતી. એવામાં હવે આ સીએમ ભુપ્રેન્દ્ર પટેલની ચારોતરફ તેમના આ કામની પ્રશંસા કરવામાં આવી રહી છે.

રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને ગત સાત તારીખના રોજ અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં અનુજ પટેલ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે.

આ પણ વાંચો: 25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આ પણ વાંચો: બોટાદથી ફરી સામે આવી દુઃખદ ઘટના, એકના એક પુત્રનું મોત થતા પિતાને આવ્યો હાર્ટ એટેક

મહત્વની વાત એ છે કે, મુખ્યમંત્રી દ્વારા આ ફ્લાઇટ 108 ની મદદથી બુક કરવામાં આવી હતી. ત્યારે હવે જાણકારી સામે આવી છે કે, દીકરાને સારવાર અર્થે જે એર એમ્બ્યુલન્સમાં અમદાવાદથી મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. તેનું ત્રણ લાખ રૂપિયાનું બિલ મુખ્યમંત્રી દ્વારા ચુકવવામાં આવ્યું છે. તેમના દ્વારા સરકારમાં એર એમ્બ્યુલન્સનું ભાડું જમા કરાવી દેવામાં આવ્યું છે. તેના લીધે રાજ્યના સીએમ ભુપ્રેન્દ્ર પટેલ ચર્ચાના વિષય બની ગયા છે.

જ્યારે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા મુંબઈ જવા-આવવા માટે સરકારી એરક્રાફ્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. એટલુ જ નહિ, તેમને તેના માટે કોઈ મદદ માંગી નહોતી. સરકારી એરક્રાફ્ટને બદલે તેમને ડોમેસ્ટિક ફ્લાઈટમાં સફર કરી હતી. તેની સાથે તે જેટલી પણ વખત મુંબઈ ગયા છે તેમના દ્વારા ડોમેસ્ટિક ફ્લાઈટનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા એકપણ વખત સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જ્યારે સીએમ ભુપેન્દ્ર પટેલની વાત કરીએ તે તો તે હંમેશા સાદગીમાં જીવન પસાર કરે છે. એવામાં હવે આ સમાચારે સીએમ ભુપેન્દ્ર પટેલે લોકોના દિલ જીતી લીધા છે.