GujaratAhmedabad

પોલીસ સમક્ષ હાજર થતા પહેલા યુવરાજસિંહે આ શું કર્યું…

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના નજીકના ગણાતા એવા શિક્ષક બિપિન ત્રિવેદીએ ડમી કાંડને લઈને યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. અને કહ્યું છે કે, નામ છૂપાવવાની શરતે યુવરાજ સિંહ 1 કરોડ રૂપિયા લીધા છે. આ મામલે પોલીસે બિપીન ત્રિવેદીની પૂછપરછ કર્યા પછી યુવરાજસિંહને પણ પોલીસ તપાસ માટે તેડું આવ્યું છે. ભાવનગર SOG દ્વારા યુવરાજ સિંહને સમન્સ પાઠવવામાં આવ્યું
હોવાથી તેમણે આજે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. પોલીસ સ્ટેશનમાં હાજર થતા પહેલા યુવરાજ સિંહે ટ્વિટ કરીને લખ્યું છે કે, ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે. ભાવેણાના જમાઈની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. યુવરાજસિંહે ટ્વિટ કરીને એક વીડિયો તેમજ પોલીસ દ્વારા પાઠવવામાં આવેલ સમન્સ શેર કર્યા છે.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે, એક જાગૃત નાગરિક તરીકે મેં મારી પાસે જે પણ માહિતી ઉપલબ્ધ હતી તે સામે ચાલીને તમને આપી છે. યુવરાજ સીંબે સવાલ કર્યો છે કે હું બધી ગેરરીતિ બહાર લાવ્યો અને હવે તમે જ મને આ મુદ્દામાં અંદર ઘૂસાડવા માગો છો.. હું સ્પષ્ટ પણ માનું છું કે તમે તો સત્તાધિશ છો તમે દિવસને રાત તેમન રાતને દિવસ સાબિત કરી શકો તેવા સક્ષમ છો.. જનતા કદાચ આંખ બંધ કરીને તમારી વાત માની પણ લેશે, તમે તમારી ટ્રોલ આર્મીને પણ મારી પાછળ લગાડી દેશો.

યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, તમે પ્રતાડિત કરીને કોઈની પાસેથી કંઈ પણ બોલાવી પણ લેશો પણ એ વાત યાદ રાખજો કે એવું કરવાથી હકીકત ક્યારેય બદલાવવાની નથી. જે ખોટું છે એ હંમેશા ખોટું જ રહેવાનું છે. મેં કોઈ પૈસા લીધા નથી તે હું ડંકાની ચોટ પર કહું છું. તમે ગમે તેવા આરોપ લગાવીને કંઈ પણ સાબિત કરીને કદાચ આજે મને જેલમાં પણ પુરી દેશો પરંતુ હું કોઈપણ સંજોગોમાં સત્યને સાબિત કરીને બતાવીશ.

તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહના નજીકના વ્યક્તિ એવા બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ લર ડમી કાંડમાં નામ ના લેવાની શરતે 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નવાપરા પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી ભાવનગર દ્વારા CRPC કલમ 160 મુજબ યુવરાજ સિંહને સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેમાં તેઓને તારીખ 19 એપ્રિલ 2023ના રોજ બપોર આ 12 વાગ્યે હાજર થવા જણાવાયું છે.