GujaratJamnagarSaurashtra

જામનગરમાં પોલીસના ત્રાસથી એસિડ પી મહિલાએ કર્યો આપઘાત, ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

જામનગર શહેરના સાધના કોલોનીમાં એક મહિલા દ્વારા પોલીસના ત્રાસથી આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જામનગર શહેરના સાધના કોલોનીમાં રહેનાર અને પાનની દુકાન ચલાવનાર યુવાનનો ભાઈ દારૂનો ધંધો કરતો હતો અને તે ફરાર થઈ ગયો હતો. તે બાબતમાં સિટી એ પોલીસના ચાર પોલીસકર્મી દ્વારા તેને તથા તેની પત્નીને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેના લીધે યુવાનની પત્નીએ કંટાળીને એસીડ પીને આપઘાત કરી લેવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા પણ તાત્કાલિક ચાર પોલીસકર્મી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની તપાસ હવે પીઆઈ દ્વારા કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર શહેરના સાધના કોલોનીમાં રહેનાર અને પાનની દુકાન ચલાવનાર બિપીનભાઈ ચાવડા અને તેની પત્ની ભારતીબેન તેમજ બે બાળકો સાથે આ પરિવાર રહી રહ્યો હતો. જ્યારે બિપીનભાઈની વાત કરીએ તો તેમનો ભય હિતેશ સોમા ચાવડા અસંખ્ય દારૂના કેસોમાં સામેલ છે. તેની સાથે પાસામાં પણ જઈ આવ્યો છે જ્યારે હાલ તે ફરાર હોવાની બાબતમાં જામનગર સિટી એ ડિવિઝન ડી-સ્ટાફના ચાર પોલીસકર્મીઓ દેવાયત આહિર, રાજપાલ ડોડીયા, વિજય પટેલ અને રણજીત જામ હિતેશની બાબતમાં તેના ભાઈ બિપીન અને તેની પત્નીને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.

એવામાં સતત સતત ત્રાસના લીધે બિપીન દ્વારા આપઘાતનો નિર્ણય લેવામાં આવે તો તે પહેલા જ તેમની પત્ની ભારતીબેન બિપીનભાઈ ચાવડા દ્વારા એસિડ પી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. એવામાં પોલીસના ત્રાસથી મહિલાના આપઘાતના આ બનાવના લીધે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક સંબંધિત પોલીસકર્મીઓ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં જાણકારી મુજબ, સિટી એ પોલીસના ડી-સ્ટાફના ચાર પોલીસકર્મીઓ દ્વારા અવારનવાર આ પરિવારને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેના લીધે પરિવાર અને તેમના બાળકો પણ કંટાળી ગયા હતા. એવામાં મોડી રાત્રીના તેઓ ઘરે આવતા અને જેમ ફાવે તેમ બોલી પરિવારને હેરાન કરીને ચાલ્યા જતા હતા. બિપીન ઉપર કેસ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. આ બધાથી કંટાળીને બિપીન દ્વારા આપઘાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમની પત્ની ભારતીબેન દ્વારા તેમને આપઘાત કરતા રોકવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભારતી બેને એસીડ પીને આપઘાત કરી લીધો હતો. જ્યારે મહિલાના મોતથી 12 વર્ષ અને 7 વર્ષના બે બાળકોને માતા ગુમાવવાનો વારો આવ્યો છે.