રાજ્યમાં 388 નવા કેસ સાથે આંકડો પહોંચ્યો 7013 પર, એકલા અમદાવાદમાં જ 4991 કેસ
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 388 નવા કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7013 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે. જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં 15 દિવસ પહેલા રિકવરી રેટ 7.34 ટકા હતો.આજે 24.36 ટકા થયો છે. રિકવરી રેટ વધ્યો છે.
આજેના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 275 કેસ , સુરતમાં 45, અરવલ્લીમાં 25, વડોદરમાં 19 કેસ,અને રાજકોટમાં 2 અને ભાવનગર, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડા,બનાસકાંઠા અને જામનગરમાં 3-3 કેસ નોંધાયા છે.
24 કલાકમાં એકલા અમદાવાદમાં જ સૌથી વધુ 275 નવા કેસ નોંધાયા છે. 23 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કુલ 4991 કેસ નોંધાયા છે.ગુજરાતમાં અને દેશમાં સૌથી વધુ કેસ વધતા હોય તેમાં અમદાવાદનો સમાવેશ થાય છે.ગઈકાલે જ અમદાવાદમાં દૂધ-દવા સિવાયની બધી જ દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી કોરોના ને કાબુમા લઇ શકાય.