![](/wp-content/uploads/2024/07/Gujarat-Congress-youth-leader-Jignesh-Mevani-made-serious-allegations-against-the-government.jpg)
ગુજરાત કોંગ્રેસના યુવા નેતા જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જીગ્નેશ મેવાણી દ્વારા ગીર સોમનાથ માં રાજકીય કિન્નાખોરી રાખી ડિમોલિશનના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેની સાથે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસને મત આપનારા મતદાતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર પર આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું છે કે, ગીર સોમનાથમાં આહિર, દલિત સમાજને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. તેમના હોટેલો, મકાનો અને પાનના ગલ્લાઓને તોડી નાખવામાં આવી રહ્યાં છે. કોંગ્રસને મત આપનાર મતદાતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. કોડીનારથી ઉના જતા રોડ પર પૂર્વ સાંસદના ઝીંગા ફાર્મ ગેરકાયદેસર રીતે ચાલે છે. દિનુ બોઘા સોલંકીના ઘણા બધા બાંધકામો રહેલા છે હિંમત હોય તો સરકાર તોડી નાખે છે. વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવે છે. મકવાણાની અરજી બાદ ભાજપ નેતાની ઓફિસનો ઓટલો તોડવા માટે ટીમ ગઈ હતી.
તેની સાથે વધુમાં તમને જણાવી દઈએ કે, ગઈકાલના રાજકોટમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આજી ડેમ રવિવારી બજારના પથરણાં ધારકોને ખાલી કરવા માટે નોટિસ આપતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત રાજકોટ શહેર કોંગ્રેસ કોર્પોરેશનનો ઘેરાવ કરી કમિશશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્રિકોણ બાગથી RMC સેન્ટ્રલ ઝોન સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, રાજકોટના આજીડેમ વિસ્તારમાં વર્ષોથી રવિવારી બજાર ભરાય છે. રવિવારી બજારના પાથરણાં ધારકોને કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી હતી. હવે RMC દ્વારા જગ્યા ખાલી કરી દેવા નોટિસ ફટકારવામાં આવી છે. રવિવારી બજાર સિંચાઇ વિભાગની સરકારી જમીન પર ભરાતી હોવાના લીધે જિલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે.