AhmedabadCorona VirusGujaratMadhya GujaratNorth GujaratSouth GujaratSurat
ગુજરાતમાં કોરોના કેસનો આંકડો પહોંચ્યો 2272 પર, એકલા અમદાવાદમાં જ 1434 કેસ
રાજ્યમાં વધુ 94 કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2272 થઇ છે.2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે. નવા કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 61 કેસ નોંધાયા છે. સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયો છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 95 પર પહોંચ્યો છે.
અમદાવામાં આજે 61 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1434 એ પહોંચ્યો છે. આજે 4 દર્દીઓ સાજા થયા છે.મોટાભાગના કેસો હોટસ્પોટ વિસ્તાર જેવા કે દાણીલીમડા, રાયપુર, જમાલપુર, ગોમતીપુર, બહેરામપુરા, શાહીબાગ, આસ્ટોડીયા અને થલતેજમાંથી સામે આવ્યા છે.અમદાવાદમાં કુલ 57 લોકોએ જીવ ગુમાવ્યો છે.